બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Politics / PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મોટી વાતો, નવા GSTના ફાયદા ગણાવ્યા, શું શું કહ્યું?

એલાન / PM મોદીના રાષ્ટ્રજોગ સંબોધનની 10 મોટી વાતો, નવા GSTના ફાયદા ગણાવ્યા, શું શું કહ્યું?

Published By: Vishal Dave

Last Updated: 07:03 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો વડાપ્રધાન મોદીએ દેશને નામ સંબોધનમાં શું કહ્યું

વડાપ્રધાન મોદીએ તેમના સંબોધનમાં સૌથી પહેલા સૌ કોઇને નવરાત્રીની શુભકામના પાઠવી હતી.. બાદમાં તેમણે જીએસટી રિફોર્મ પર બોલાવાની શરૂઆત કરી હતી.. ચાલો તેમના સંબોધનની 10 મુખ્ય વાતો પર નજર કરીએ.

1-તેમણે કહ્યું કે 22 સપ્ટેમ્બરથી સૂર્યોદય સાથે જ જીએસટી રિફોર્મ લાગુ થઇ જવાનો છે.. બીજી રીતે કહીએ તો દેશમાં જીએસટી બચત ઉત્સવ શરૂ થશે. આ જીએસટી ઉત્સવમાં આપની બચત વધશે અને આપ આપની પસંદગીની વસ્તુઓ ખુબજ સરળતાથી ખરીદી શકશો.

2-આપણા દેશના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો, દુકાનદાર, ઉદ્યમીઓ વગેરે આ બધાને બચત ઉત્સવનો ખુબજ ફાયદો થશે. એટલે કે તહેવારોની આ સિઝનમાં સૌનું મો મીઠુ થશે. સૌની ખુશીઓ વધશે.હું દેશના કરોડો લોકોને શુભકામા પાઠવું છું.

3-અત્યાર સુધીની દેશના લોકો વિવિધ પ્રકારના ટેક્સની જાળમાં ફસાયેલા હતા.. એક શહેરથી બીજા શહેર માલ મોકલવો હોય તો કેટલીયે ચેક પોસ્ટ પાર કરવી પડતી હતી.. કેટલાય ફોર્મ ભરવા પડતા હતા.. દરેક જગ્યાએ ટેક્સના અલગ-અલગ નિયમો હતો.. મને યાદ છે જ્યારે 2104માં દેશની જનતાએ મને વડાપ્રધાન પદની જવાબદારી સોંપી હતી.. અને અમે જનહિતમાં દેશહિતમાં જીએસટીને દેશની પ્રાથમિકતા બનાવી..

4-અમે દરેક રાજ્યોની શંકાનું નિવારણ કર્યુ.. દરેક રાજ્યોને સાથે લઇને આઝાદ ભારતનું આટલું મોટું ટેક્સ રિફોર્મ થઇ શક્યું..આ કેન્દ્ર અને રાજ્યના પ્રયાસોનું પરિણામ હતું કે દેશ ડઝનબંધ ટેક્સના જાળમાંથી મુક્ત થયો.. અને વન નેશન વન ટેક્સનું સ્વપ્ન સાકાર થયું..

5-હવે ફક્ત 5 ટકા અને 18 ટકાના જ ટેક્સ સ્લેબ રહેશે.. અને રોજબરોજની જીવન જરૂરી વસ્તુઓ ખુબજ સસ્તી થઇ જશે.. ખાવા પીવાની ચીજો, દવાઓ, બ્રશ જેવી અનેક વસ્તુઓ કાંત ટેક્સ ફ્રી હશે અથવા તો ફક્ત 5 ટકાજ ટેક્સ ભરવો પડશે..

6-જે સામાન પર પહેલા 12 ટકા ટેક્સ ભરવો પડતો હતોતેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા ટેક્સના દાયરામાં આવી ગઇ છે.. સાથીઓ છેલ્લા 11 વર્ષમાં દેશમાં 25 કરોડ લોકોએ ગરીબીને પરાસ્ત કરી છે.

7-સાથીઓ અમે નાગરિક દેવો ભવના જે મંત્ર સાથે આગળ વધી રહ્યા છે નેક્સ્ટ જનરેશન જીએસટી રિફોર્મમાં તેની સ્પષ્ટ ઝલક જોવા મળે છે.. છેલ્લા એક વર્ષમાં જે નિર્ણય લેવાયા છે તેનાથી દેશના લોકોને અઢી લાખ કરોડથી વધારેની બચત થશે.. તેથીજ હું કહું છું કે આ બચત ઉત્સવ છે..

8-વિકસિત ભારતના પથ પર ચાલવા માટે આપણે આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય હાંસલ કરવાનું છે.. આપણે જે વસ્તુઓ દેશમાં બનાવી શકીએ છીએ તે વસ્તુ દેશમાં જ બનાવી જોઇએ.. જીએસટીના દર ઘટવાથી અને નિયમ અને પ્રક્રિયાઓ વધુ સરળ બનવાથી આપણા લઘુ ઉદ્યોગો અને કુટીર ઉદ્યોગોને ખુબજ ફાયદો થશે.. તેમનું વેચાણ વધશે અને તેમને ડબલ ફાયદો થશે અને એટલે જ આજે લઘુ ઉદ્યોગ હોય કે કુટિર ઉદ્યોગ હોય કે સુક્ષ્મ ઉદ્યોગ હોય બધા પાસે ખુબ જ અપેક્ષાઓ છે..

9-આપણા લઘુ ઉદ્યોગ જે કંઇ બનાવે તે દુનિયામાં બેસ્ટ હોય તે દુનિયામાં ભારતની ઓળખ બનાવે તેવી હોય તે લક્ષ્યને આપણે હાંસલ કરવાનું છે. દેશને સ્વદેશીના મંત્રથી જ શક્તિ મળશે.. આજે આપણી રોજબરોજની જિંદગીમાં વિદેશી વસ્તુઓ જોડાઇ ગઇ છે. આપણે આનાથી પણ મુક્તિ મેળવવાની છે.. આપણે એ વસ્તુઓ ખરીદીએ જે મેડ ઇન ઇન્ડિયા હોય ..જેમાં આપણા દેશના લોકોની મહેનત હોય, તેમનો પરસેવો હોય .. આપણે દરેક ઘરને સ્વદેશીની ઓળખ બનાવવાનુ છે.. ગર્વથી કહો હું સ્વદેશી સામાનનો ઉપયોગ કરુ છું..આ દરેક ભારતીયનો મિજાજ બનવો જોઇએ.

10 -મારી દરકે રાજ્ય સરકારોને પણ અપીલ છે કે સ્વદેશીના અભિયાન સાથે પોતાના રાજ્યમાં મેન્યુફેક્ચરિંગને ગતિ આપે અને પુરા ઉત્સાહથી આમાં જોડાય અને રોકાણ માટે માહોલ બનાવે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સાથે મળીને આગળ વધશે ત્યારે ભારતનું દરેક રાજ્ય વિકસિત થશે.

આ પણ વાંચોઃ રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદી દ્વારા શું શું એલાન? ઈન્ટરનેટ પર આ 3ની ભારે ચર્ચા, જાણો તમે પણ

Vtv App Promotion

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi Big Announcement PM Modi Speech PM Modi Addressed Nation

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ