બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદી દ્વારા શું શું એલાન? ઈન્ટરનેટ પર આ 3ની ભારે ચર્ચા, જાણો તમે પણ

દેશમાં ભારે ચર્ચા / રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદી દ્વારા શું શું એલાન? ઈન્ટરનેટ પર આ 3ની ભારે ચર્ચા, જાણો તમે પણ

Published By: Hiralal Parmar

Last Updated: 12:14 PM, 21 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સાંજે 5 વાગ્યે પીએમ મોદી રાષ્ટ્રજોગ સંબોધનમાં શું શું એલાન કરી શકે? તેને લઈને ઈન્ટરનેટ પર ચર્ચા છેડાઈ છે.

પીએમ મોદીએ વધુ એક વાર ચોંકાવી દીધાં છે. પીએમ મોદી 21 સપ્ટેમ્બર, રવિવારના રોજ સાંજે 5:00 વાગ્યે રાષ્ટ્રને સંબોધિત કરવાના છે. આ સમાચાર જાહેર થતાંની સાથે જ ઈન્ટરનેટ પર સંભવિત એલાનને લઈને ચર્ચા છેડાઈ હતી જેમાં લોકોએ હાલની સ્થિતિ જોતાં શું શું એલાન થઈ શકે તેને લઈને ચર્ચા ચાલી હતી.

શું શું એલાન થઈ શકે?

આ સંબોધનથી ઓનલાઈન અટકળો શરૂ થઈ ગઈ છે, નેટીઝન્સ GST થી લઈને H-1B વિઝા પરિસ્થિતિ જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચાની અપેક્ષા રાખે છે. એક યૂઝરે કહ્યું કે શાંતિ રાખો પીએમ મોદી આવતીકાલથી લાગુ થનારા GST અમલીકરણ વિશે વાત કરશે, બીજાએ કહ્યું કે વડા પ્રધાન યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી તાજેતરના ધમકીઓ પર ટિપ્પણી કરી શકે છે.

પીએમ મોદી બીજું શું શું કહી શકે?

પીએમ મોદી બીજા જે મુદ્દે વાત કરી શકે તેમાં H-1B વિઝા મુદ્દાઓ, સંરક્ષણ બાબતો, સ્વદેશી ઉત્પાદનોનો પ્રચાર, નવરાત્રીની શુભેચ્છાઓ અને તહેવારોની મોસમ દરમિયાન નાગરિકોને GST સુધારા સામેલ છે.

વધુ વાંચો : રાહતનો દોર! ચીજવસ્તુઓ સસ્તી થયા બાદ હવે તમને મળશે આ બીજો મોટો લાભ, તહેવારમાં બલ્લે-બલ્લે!

છેલ્લે પીએમ મોદીએ ક્યારે કર્યું હતું રાષ્ટ્રજોગ પ્રવચન

છેલ્લે મે મહિનામાં સરહદ પારના તણાવ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સમજૂતી બાદ પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જે પહેલગામ આતંકવાદી હુમલા પછી થયું હતું, જેમાં 26 લોકોના મોત થયા હતા. ભારતે બદલામાં ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM modi nation address gst rate cut PM modi address

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ