બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi's address in Anand gujarat visit news

ઇલેક્શન 2022 / PMએ આડકતરી રીતે કર્યા અમિત શાહના વખાણ, કહ્યું 'એક ભાઈએ કશ્મીરની સમસ્યા ઉકેલી આજે સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી'

Dhruv

Last Updated: 02:37 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે આણંદ ખાતે આજે સંબોધનમાં તેઓએ CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યા.

  • વડાપ્રધાન મોદી ગુજરાતના 3 દિવસના પ્રવાસે
  • PM મોદીએ આણંદમાં જાહેર જનસભાને સંબોધી
  • આપણને 25 વર્ષના અનુભવી CM મળ્યા છે: PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના 4 જિલ્લાઓની મુલાકાતે છે. જેમાં ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરના તેઓ પ્રવાસે છે. ત્યારે PM મોદીએ આજે ભરૂચવાસીઓને રૂપિયા 8200 કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી મોટી ભેટ આપી છે. ત્યાર બાદ PM મોદી અત્યારે આણંદની મુલાકાતે છે.

અહીં PM મોદીએ આણંદના શાસ્ત્રી મેદાનમાં જાહેર જનસભાને સંબોધી વેળાએ CMના વખાણ કરતા કહ્યું કે, 'હું જ્યારે મુખ્યમંત્રી બન્યો ત્યારે મને વહીવટનો અનુભવ ન હતો, પરંતુ આજે આપણું સદભાગ્ય છે કે, આપણને 25 વર્ષના અનુભવી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી મળ્યા છે, જેમને પંચાયતથી લઈને વિધાનસભા સુધીનો અનુભવ છે.'

આજે જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે: PM

વધુમાં PM મોદીએ કહ્યું કે, 'કેસરિયો સાગર હિલોળા લઈ રહ્યો છે, આજે જ્યાં નજર પહોંચે ત્યાં કેસરિયો સાગર દેખાઈ રહ્યો છે, વટ પાડી દીધો હો. ગુજરાતમાં ભાજપ એટલે સૌનો સાથ સૌનો વિકાસ, તમે જેટલો સાથ આપ્યો અમે એટલો વિકાસ આપ્યો.'

એક ભાઈએ કશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો અને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી: PM

આ સિવાય PM મોદીએ અમિત શાહના આડકતરી રીતે વખાણ કરતા કહ્યું કે, 'એક ભાઈએ કશ્મીરનો પ્રશ્ન હાથમાં લીધો અને સરદાર સાહેબના પદચિહ્ન પર ચાલ્યા અને આજે કશ્મીરની સમસ્યા ઉકેલીને સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પી.'

કોંગ્રેસવાળા બોલતા નથી, પણ ઠંડી તાકાતથી ગામોગામ ગોઠવણું કરી રહ્યાં છે: PM

પીએમએ કહ્યું કે, 'મારે તમને થોડાક સતર્ક કરવા છે, આ વખતે કોંગ્રેસે નવી ચાલ ચાલી હોય એવું મને પહેલી નજરે લાગે છે. પહેલા તો આ કોંગ્રેસવાળા હાંકલા-પડકારા કરતા કે જોઇ લઇશું, પાડી દઇશું, અને હવે 20 વર્ષમાં પડ્યા નહીં એટલે નવું શરૂ કર્યું એમને. અને એટલે જ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસવાળા બોલતા નથી, પણ ઠંડી તાકાતથી ગામોગામ ગોઠવણું કરી રહ્યાં છે. એમની જે જૂની ચાલાકીઓ છે તેનો બોલ્યાચાલ્યા વિના તેઓ ભરપૂર ઉપયોગ કરી રહ્યાં છે. એટલે તમે કોઇ પણ ભ્રમમાં ના રહેતા. સતર્ક રહેજો. આ કોંગ્રેસની નવી ચાલ છે અને બેઠી તાકાતથી એ નીચે ઘૂસવા માટેનો પ્રયાસ કરી રહ્યાં છે. બોલતા નથી, પણ ગામોગામ પહોંચવા માટે ખાટલા બેઠકો કરે છે. મારે એમની ટીકા નથી કરવી, એમની પાર્ટી છે એમને કરવું પડે, પણ આપણે સતર્ક રહેવું પડે, કે એમની સભા ન હોતી થઇ, એમની પ્રેસ કોન્ફરન્સ ના થઇ, તો એટલાથી હિસાબ કિતાબ ના કરતા. આથી આવનારી ચૂંટણીમાં સૌએ સતર્ક રહેવાની જરૂર છે. આ કોંગ્રેસ આજે પણ ગુજરાતને અપમાનિત કરવાનો કોઇ મોકો નથી છોડતી. એમને આજે નવી રાજનીતિ અપનાવી છે કે ગામોગામ જઇને લોકોમાં ઝેર ભરવાની. દરેક ચીજનો જુદો અર્થ કરીને લોકોને સમજાવવાની. આને બરાબર પારખી લેજો, આપણે આપણી રણનીતિમાં થોડાક નવા પાસા ઉમેરવા જ પડશે. આથી મને વિશ્વાસ છે કે CR પાટીલના નેતૃત્વમાં આ ભારતીય જનતા પાર્ટીનો એકએક કાર્યકર્તા કોઇ પણ સંકટને સતર્કતાથી માત કરી દેશે એનો મને પૂરો વિશ્વાસ છે.'

PM મોદીએ ટ્રેન અંગે વાત કરતા જણાવ્યું કે, 'વંદે ભારત ટ્રેનથી ઘણા લોકોને તકલીફ પડી રહી છે, પરંતુ હજી તો સુપર ફાસ્ટ સ્પીડની ટ્રેન આવવાની છે, આપણે અટકવાનું નથી મિત્રો.' તદુપરાંત PM મોદીએ કહ્યું કે, 'તમને આશ્રર્ય થશે કે પાંચ માળનું મકાન હોય અને સીડી ન હોય તો? ગુજરાતમાં કેટલાક ડેમ તો અગાઉની સરકારે બનાવ્યા પણ કેનાલ ન બનાવી. આ કામ 20 વર્ષ પહેલાં શરુ કરીને ભાજપ સરકારે પુરુ કર્યું. ભાજપની સરકારે 20 વર્ષમાં ડબલ કામ કર્યા છે, ઘરે-ઘરે વીજળી પહોંચાડી છે, ગામડામાં થ્રીફેઝ વીજળી મળવા લાગી છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ