બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi worships Maa Amba, launches over 5800 crore development works today - Khatamuhurat

ગુજરાત પ્રવાસ / PM મોદીએ કરી જગતજનની મા અંબાની પૂજા-અર્ચના, રાતવાસો ગાંધીનગરમાં, 5800 કરોડથી વધુના વિકાસકાર્યોનું આજે લોકાર્પણ-ખાતમુહૂર્ત

Priyakant

Last Updated: 04:04 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In Gujarat Latest News: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત પ્રવાસે, માં અંબાના ચરણોમાં કર્યા પ્રણામ, ચાચર ચોકમાં PMનું સ્વાગત, જાણો આજે આખો દિવસનો સમગ્ર કાર્યક્રમ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા
  • આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત 
  • અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત કરાયું હતું
  • PM મોદીના હસ્તે રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત 

PM Modi In Gujarat News : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજીમાં દર્શને પહોંચ્યા છે. મહત્વનું છે કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડભોડા ગામમાં યોજવામાં આવશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન (GRIDE), જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો સામેલ છે.  

આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત 
પ્રધાનમંત્રી મોદીએ અંબાજી માતાના દર્શન કરવા કર્યા છે.  અંબાજીમાં પ્રધાનમંત્રીના સ્વાગત માટે તડામાર તૈયારી કરવામાં આવી હતી. અંબાજી મંદિરમાં PMનું સ્વાગત આદિવાસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું છે. આદિવાસી લોકોના પરંપરાગત નૃત્ય અને ભજન દ્વારા PMનું સ્વાગત કરવામાં આવ્યું હતું. PMના સ્વાગતમાં દાંતાના મંડાલી અને સનાલી લોકો ભાગ લીધો હતો. અંબાજી મંદિરના ચાચર ચોકમાં PMનું સ્વાગત કરાયું હતું. 

ડભોડા ગામે યોજાશે કાર્યક્રમ 
ડભોડા ગામમાં સવારે 11 વાગ્યે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યો ગુજરાતના મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે. આ તમામ જિલ્લાઓ વચ્ચે કુલ 16 પ્રકલ્પો છે જેમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 

રેલવે વિભાગ અને GRIDEના પ્રકલ્પો
મહેસાણા અને અમદાવાદમાં રેલવે વિભાગના બે પ્રકલ્પો લોકાર્પણ માટે તૈયાર છે. મહેસાણામાં ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને સાથે 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, જેનું વડાપ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે. તે સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજી વિશેષ રોકાણ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે અને GRIDEના પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.5130 કરોડ છે. 

જળ સંસાધન વિભાગના વિકાસકાર્યો
મહેસાણામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાલાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવશે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય રૂ.270 કરોડ છે. 

પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યો
પાણી પુરવઠાના ત્રણ પ્રકલ્પોનું બનાસકાંઠામાં લોકાર્પણ કરવામાં આવશે અને મહેસાણામાં એક પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. તેમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 (પાર્ટ-એ) અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ચાર પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.210 કરોડ છે. 

માર્ગ અને મકાન વિભાગના વિકાસકાર્યો
સાબરકાંઠામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પનું મૂલ્ય રૂ.170 કરોડ છે. 

શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યો
શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર અને સેપ્ટેજ મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય રૂ.170 કરોડ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ