બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / PM Modi will inaugurate the new Parliament building on May 28

નવી સંસદ / PM મોદી 28 મેના રોજ કરશે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન, જાણો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગમાં કેવી હશે સુરક્ષા વ્યવસ્થા

Pravin Joshi

Last Updated: 10:44 PM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બર 2020ના રોજ સંસદના નવા ભવનનો શિલાન્યાસ કર્યો હતો. તે ગુણવત્તા સાથે રેકોર્ડ સમયમાં બનાવવામાં આવ્યું છે.

  • 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે PM મોદી
  • સ્પીકર ઓમ બિરલાએ PM મોદીને બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી 
  • ચાર માળના સંસદ ભવનમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા 


વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 મેના રોજ સંસદના નવનિર્મિત ભવનનું ઉદ્ઘાટન કરશે. નવી સંસદ ભવનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ગુરુવારે પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમને આ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવા વિનંતી કરી હતી. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, લોકસભા અને રાજ્યસભા બંનેએ સરકારને સંસદ માટે નવી ઇમારતના નિર્માણ માટે વિનંતી કરી હતી. આ પછી, 10 ડિસેમ્બર 2020 ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો. સંસદનું નવનિર્મિત ભવન રેકોર્ડ સમયમાં ગુણવત્તા સાથે તૈયાર કરવામાં આવ્યું છે. ચાર માળના સંસદ ભવનમાં 1224 સાંસદો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

હવે સંસદનું નવનિર્મિત ભવન ભારતની ભવ્ય લોકતાંત્રિક પરંપરાઓ અને બંધારણીય મૂલ્યોને વધુ સમૃદ્ધ બનાવવાનું કામ કરશે. આ સાથે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સભ્યોને તેમનું કામ વધુ સારી રીતે કરવામાં પણ મદદ કરશે.

સુરક્ષા માટે વધુ નક્કર વ્યવસ્થા કરવામાં આવશે

નવા સંસદ ભવન માટે માર્શલ પાસે નવો ડ્રેસ હશે. અહીં સુરક્ષા માટે કડક અને નવેસરથી વ્યવસ્થા કરવામાં આવશે. જણાવી દઈએ કે માર્ચના છેલ્લા સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઓચિંતું નિરીક્ષણ કર્યું હતું અને અહીં ચાલી રહેલા કામ અંગે પૂછપરછ કરી હતી. નવા સંસદભવનમાં એક કલાકથી વધુ સમય રોકાયેલા પીએમ મોદીએ કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી હતી.

લોકસભામાં 888 સભ્યો બેસી શકશે

સંસદની વર્તમાન ઇમારતમાં લોકસભામાં 550 અને રાજ્યસભામાં 250 માનનીય સભ્યોની બેઠકની જોગવાઈ છે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સંસદના નવનિર્મિત ઈમારતમાં લોકસભામાં 888 અને રાજ્યસભામાં 384 સભ્યોની બેઠકની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ગૃહોનું સંયુક્ત સત્ર માત્ર લોકસભા ચેમ્બરમાં જ યોજાશે. સંસદના સભ્યો માટે એક લાઉન્જ, એક લાઇબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ હશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ