બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi will hold 10 rallies one after another: 10,800 km journey in 90 hours, program from UP-Karnataka to North-East

નોનસ્ટૉપ મોદી / એક બાદ એક 10 રેલીઓ કરશે PM મોદી: 90 જ કલાકમાં 10,800 કિમીની યાત્રા, UP-કર્ણાટકથી લઈ નોર્થ-ઈસ્ટમાં કાર્યક્રમ

Megha

Last Updated: 11:29 AM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીનું 10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ ચાલી રહ્યું છે જેમાં વડાપ્રધાન 10 જાહેરસભાઓ કરી રહ્યા છે અને અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પ્રવાસ કરશે

  • PM મોદીનું 10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ
  • અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પીએમનો પ્રવાસ 
  • આજના દિવસમાં પ્રધાનમંત્રી કુલ 1750 કિલોમીટરનું અંતર કાપશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની સક્રિયતાની વાત ઘણી વખત થાય છે. 72 વર્ષની ઉંમરે પણ તે કેટલા સક્રિય છે તેનો અંદાજો એમના ચાર દિવસના સમયપત્રક પરથી લગાવી શકાય છે. જણાવી દઈએ કે PM મોદીનું 10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ ચાલી રહ્યું છે જેમાં વડાપ્રધાન 10 જાહેરસભાઓ કરી રહ્યા છે. નોંધનીય છે કે અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પ્રધાનમંત્રીના આ પ્રવાસો દેશના તમામ ખૂણાઓને આવરી લે છે. 

અગરતલાથી મુંબઈ અને લખનૌથી બેંગલુરુ સુધી પીએમનો પ્રવાસ 
જણાવી દઈએ કે 10 ફેબ્રુઆરીએ PMએ દિલ્હીથી લખનૌની મુસાફરી કરી હતી અને ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પછી તેઓ મુંબઈ ગયા હતા અને મુંબઈમાં બે વંદે ભારત ટ્રેન અને રોડ પ્રોજેક્ટને લીલી ઝંડી બતાવી હતી ત્યારબાદ એમને શહેરમાં અલ્જામી-તુસ-સૈફિયાહના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારપછી તેઓ દિલ્હી પાંચ આવ્યા હતા તેઓએ દિવસ દરમિયાન કુલ 2700 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. આ પછી એમને 11 ફેબ્રુઆરીએ તેમણે ત્રિપુરાની મુલાકાત લીધી હતી. ત્યાં એમને અંબાસા અને રાધાકિશોરપુર ખાતે બે જાહેરસભાઓને સંબોધી હતી. ત્યારબાદ તે રાષ્ટ્રીય રાજધાની પરત ફર્યા હતા. એટલે કે એમને એક દિવસમાં 3000 કિમીથી વધુનું અંતર કાપ્યું હતું.

10 થી 13 ફેબ્રુઆરી સુધીના ચાર દિવસનું ખૂબ જ વ્યસ્ત શેડ્યૂલ
12 ફેબ્રુઆરીએ એટલે કે આજે પ્રધાનમંત્રી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મજયંતિની ઉજવણી માટે વર્ષભર ચાલનારી ઉજવણીનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ તેઓ રાજસ્થાનના દૌસામાં વિવિધ હાઇવે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા જશે. આ સાથે જ તેઓ દૌસામાં બે જાહેરસભાઓને સંબોધિત કર્યા પછી સીધા બેંગલુરુ જવા રવાના થશે. આજે મોડી રાત્રે ત્યાં પંહોચશે. એટલે કે આજના દિવસમાં કુલ 1750 કિલોમીટરનું અંતર કાપશે.

નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીની સવારે PM બેંગલુરુમાં એરો ઈન્ડિયા 2023નું ઉદ્ઘાટન કરશે અને ત્યાંથી તેઓ ત્રિપુરા જશે જ્યાં તેઓ બપોરે અગરતલામાં જનસભાને સંબોધશે. આ પછી પ્રધાનમંત્રી કુલ 3350 કિલોમીટરથી વધુનું અંતર કાપીને દિલ્હી પરત ફરશે.
 
આ રીતે 90 કલાકથી પણ ઓછા સમયમાં પીએમ મોદીએ દસ જાહેર સભાઓ સંબોધી હશે અને નાગરિકોના લાભ માટે અનેક વિકાસલક્ષી પહેલો શરૂ કરી હશે અને આ બધા કર્યો માટે પ્રધાનમંત્રી 10,800 કિલોમીટરથી વધુની મુસાફરી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ