બ્રેકિંગ ન્યુઝ

ADVERTISEMENT
RuPay કાર્ડનાં (rupay card) લોન્ચ થયા બાદ યૂએઇમાં રહેતા ભારતીય લોકોની મુશ્કેલીઓ દૂર થવાની આશા છે. તમને જણાવી દઇએ કે ભારતનાં પર્યટક અને નોકરી કરનારા લોકો માટે યૂએઇ પસંદગીનો દેશ માનવામાં આવે છે. એવામાં આ વાતની આશા એ છે કે જે લોકોની પાસે ભારતમાં પહેલેથી RuPay કાર્ડ છે તે યૂએઇમાં પણ આને એક્ટિવ રાખી શકશે.
યુએઈમાં ભારતના રાજદૂત નવદીપસિંહ સૂરીના જણાવ્યાં અનુસાર, 'નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા અને યુએઈ'ની મરકરી પેમેન્ટ્સ સર્વિસ વચ્ચે બંને દેશોમાં ચૂકવણી પ્લેટફોર્મ માટે ટેક્નોલોજી 'ઇન્ટરફેસ' સ્થાપિત કરવા સંબંધી એમઓયુની આપ-લે કરવામાં આવશે. તેમણે કહ્યું કે આનાંથી યૂએઇમાં RuPay કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે.
ADVERTISEMENT
તમને વધુમાં જણાવી દઇએ કે RuPay કાર્ડ પોતાની જેમ પ્રથમ ભારતીય ઘરેલુ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ચૂકવણી નેટવર્ક છે. આ કાર્ડ એટીએમ, પીઓએસ ઉપકરણો તથા ઇ-કોમર્સ વેબસાઇટ પર કામ કરે છે. આની શરૂઆત વર્ષ 2012માં થઇ હતી. પહેલાનાં દિવસોમાં પીએમ નરેન્દ્ર મોદીએ ભૂટાનની મુલાકાત દરમ્યાન RuPay કાર્ડને લોન્ચ કર્યુ હતું. ભૂટાન સિવાય સિંગાપુરમાં પણ આ કાર્ડ લોન્ચ કરાયું હતું.

ADVERTISEMENT
શું છે RuPay કાર્ડઃ
એટીએમ અથવા તો ડેબિટ કાર્ડની જેમ જ RuPay કાર્ડ હોય છે. એ ઠીક એવી રીતે જ કામ કરે છે કે જેવી રીતે વીઝા અને માસ્ટર કાર્ડ કામ કરે છે. આ કાર્જની મદદથી આપ એટીએમમાંથી પૈસા પણ નીકાળી શકો છો. આ સિવાય ઓનલાઇન શોપિંગ અને પેમેન્ટ કરવા જેવી સુવિધાઓ પણ મળે છે. આની સૌથી મોટી વાત એ છે કે અન્ય કાર્ડોની તુલનામાં આની પ્રોસેસિંગ ફી ખૂબ ઓછી હોય છે. પહેલા આ કાર્ડ મુખ્ય રીતે ભારતમાં જ થનારા ટ્રાન્ઝેક્શનમાં મદદ કરતું હતું પરંતુ હવે યૂએઇ, ભૂટાન અને સિંગાપુર જેવાં દેશોમાં પણ આ કાર્ડ કામ કરશે.
મહત્વની છે પીએમ મોદીની મુલાકાતઃ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યૂએઇની યાત્રા આર્થિક અને રાજનૈતિક રૂપથી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આનાંથી દ્રિપક્ષીય સંબંધોને બનાવી રાખવા અને આગળ વધારવામાં મદદ મળશે. પીએમની યૂએઇ યાત્રા તેલ સિવાય અન્ય અનેક ક્ષેત્રોમાં દ્રિપક્ષીય સંબંધોને વધારવાનું કામ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.