બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયામાં સરદાર પટેલને PM મોદીની પુષ્પાંજલિ, એકતા પરેડમાં દેખાયું જવાનોનું શોર્ય પ્રદર્શન
Last Updated: 08:21 AM, 31 October 2024
PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે સરદાર પટેલની જન્મ જયંતિને લઈ ઉજવાતા એકતા દિવસને લઈ બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યાં હતાં, જ્યાં તેઓ સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.
ADVERTISEMENT
Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity in Kevadia, Gujarat.
— ANI (@ANI) October 31, 2024
(Source: DD News) pic.twitter.com/xWbGCLEpv5
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા
ADVERTISEMENT
રાષ્ટ્રીય એકતા દિવસ આપણા દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવાની દિશામાં આપણા રાષ્ટ્રની આંતરિક શક્તિ અને સ્થિતિસ્થાપકતાને પૃષ્ટી કરવાની તક પૂરી પાડે છે. સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં ભારત સરકારે ગુજરાતમાં નર્મદા નદી પાસે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કર્યું છે, જે ભારતમાં એકતાની તાકાતનું પ્રતીક છે. ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની એકતાને ઉત્થાન આપવાનો અને ભારતીય ઈતિહાસમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
આ પણ વાંચો: દિવાળી અને નૂતન વર્ષની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને પાઠવી શુભેચ્છાઓ
ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો
આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી બન્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31 ઓક્ટોબર, 1875ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર પટેલનું અવસાન 15 ડિસેમ્બર, 1950ના રોજ મુંબઈ (મહારાષ્ટ્ર)માં થયું હતું. વર્ષ 1991માં સરદાર પટેલને મરણોપરાંત ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.
રન ફોર યુનિટી
2014માં ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતિ પર ભારતને અખંડ રાખવા માટે તેમના અસાધારણ કાર્ય માટે શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત કરવામાં આવી હતી. પ્રથમ રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમણે 2014માં નવી દિલ્હીમાં ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમને લીલી ઝંડી બતાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT