બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / PM Modi on three-country foreign tour from today: Will visit this country for the first time

PM Modi Visit / આજથી ત્રણ દેશોના વિદેશ પ્રવાસ પર PM મોદી: પહેલીવાર આ દેશની લેશે મુલાકાત, કુલ 40થી વધુ કાર્યક્રમ

Megha

Last Updated: 09:32 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે અને વિશ્વમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગશે.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થશે
  • 6 દિવસના વિદેશ પ્રવાસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે
  • ફરી એકવાર મોદી-બાઈડનની મહામુલાકાત પણ થશે

આજથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 દિવસના વિદેશ પ્રવાસ માટે રવાના થશે. જણાવી દઈએ કે પીએમ મોદી પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં ત્રણ દેશોની મુલાકાત લેશે અને વિશ્વમાં ફરી એકવાર ભારતનો ડંકો વાગશે. આ સાથે જ ફરી એકવાર મોદી-બાઈડનની મહામુલાકાત પણ થશે. 

જણાવી દઈએ કે પોતાના 6 દિવસના વિદેશ પ્રવાસમાં PM મોદી સૌથી પહેલા જાપાનમાં G-7 કોન્ફરન્સમાં ભાગ લેશે અને ત્યારપછી પાપુઆ ન્યુ ગિની ઈન્ડો-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન ફોરમની ત્રીજી સમિટનું આયોજન કરશે. સાથે જ છેલ્લા તબક્કામાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની પણ મુલાકાત લેશે જ્યાં તેઓ ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે.

મોદીની ઐતિહાસિક મુલાકાત
- PM મોદી 6 દિવસની વિદેશ યાત્રા પર ત્રણ દેશોની મુલાકાત લેશે PM
- 19-21 મે સુધી જાપાનની મુલાકાત લેશે PM મોદી
- 22 મેના રોજ પાપુઆ ન્યૂ ગિનીની મુલાકાત લેશે PM મોદી
- 23 મેના રોજ ઓસ્ટ્રેલિયા જશે PM મોદી 
- 6 દિવસમાં 40 મીટિંગમાં હાજરી આપશે
- ઘણી દ્વિપક્ષીય બેઠકો પણ યોજશે

હિરોશિમામાં કરશે ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ
અંહિયા એક વાત મહત્વની એ પણ છે કે મુલાકાતના પહેલા તબક્કામાં પીએમ મોદી જાપાનની મુલાકાત લેશે જ્યાં પીએમ G-7ના પ્લેટફોર્મ પર વિશ્વના સૌથી શક્તિશાળી દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને પહેલા તબક્કામાં પીએમ મોદી હિરોશિમામાં G-7 સમિટમાં ભાગ લેશે. મોદી અને બાઈડન જી-7 પ્લેટફોર્મ પર જ દ્વિપક્ષીય બેઠક કરશે, જ્યારે પીએમ મોદી જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય સહયોગ પર પણ ચર્ચા કરશે. આ સાથે જ પીએમ મોદી હિરોશિમામાં ગાંધીજીની પ્રતિમાનું પણ અનાવરણ કરશે.

22 મેના રોજ ન્યૂ પાપુઆ ગિની જશે
જાપાનની મુલાકાત પછી પીએમ મોદીના પ્રવાસનો આગામી સ્ટોપ 22 મેના રોજ ન્યૂ પાપુઆ ગિની હશે. નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગિનીની મુલાકાત લેનાર ભારતના પ્રથમ પીએમ હશે. PM FIPIC બેઠકમાં ભાગ લેશે. પપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન સાથે પણ મુલાકાત કરશે.

ઓસ્ટ્રેલિયાના PM સાથે મુલાકાત 
આ પછી પીએમ મોદી 23 મેના રોજ ઓસ્ટ્રેલિયા જશે. જ્યાં સિડનીમાં પીએમ ભારતીય સમુદાયને સંબોધિત કરશે અને ઓસ્ટ્રેલિયાના પીએમને મળશે. આ પછી 24મી મેના રોજ દ્વિપક્ષીય બેઠક થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ