બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / PM Modi may attend Mulayam Singh Yadavs funeral today possibility of change in Ahmedabad program

શોકાતુર / આજે મુલાયમસિંહ યાદવની અંતિમવિધિમાં સામેલ થઇ શકે છે PM મોદી, અમદાવાદના કાર્યક્રમમાં ફેરફારની શક્યતા

Kishor

Last Updated: 12:08 AM, 11 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રવાસ દરમિયાન આજે વડાપ્રધાન અસારવા ખાતે કિડની હોસ્પિટલ સહીત અનેક વિકાસ કાર્યનું લોકાર્પણ કરવાના છે ત્યારે મુલાયમ સિંહ યાદવની અંતિમ વિધીમાં સામેલ થવાની શક્યતાને લઇને PM મોદીના કાર્યક્રમના સમયમાં ફેરફારની થઇ શકે છે.

  • મુલાયમ સિંહ યાદવની અંતિમ વિધીમાં સામેલ  થઇ શકે છે PM મોદી
  • હાલ PM મોદી છે ગુજરાતના 3 દિવસના પ્રવાસે
  • અમદાવાદ કાર્યક્રમના સમયમાં થઇ શકે છે ફેરફાર

સમાજવાદી પાર્ટીના સંસ્થાપક મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. જની આજે બપોરે 3 વાગે તેમના પૈતૃક ગામ સૈફઇમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધી કરવામાં આવશે. જેઑના અંતિમ દર્શને કેટલાક રાષ્ટ્રીય નેતાઓ જોડાશે. ઉલ્લેખનીય છે કે,  મુલાયમસિંહ યાદવની અંતિમ વિધીમાં PM મોદી પણ જોડાઈ શકે છે.  હાલ PM મોદી છે ગુજરાતના 3 દિવસના પ્રવાસે છે. ત્યારે સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર pm મોદીના અમદાવાદ કાર્યક્રમના સમયમાં ફેરફાર થઇ શકે છે.  

CM નીતિશ કુમાર, DYCM તેજસ્વી યાદવ સહીતના જોડાશે
મુલાયમસિંહ યાદવના અંતિમ દર્શનમાં CM નીતિશ કુમાર, DYCM તેજસ્વી યાદવ, ઉ,પ્રદેશ DYCM કેશવ પ્રસાદ મોર્ય અને બ્રિજેશ પાઠક, કેન્દ્રીય મંત્રી રાજનાથસિહં,  પ્રિયંકા ગાંધી અને ઉ,પ્રદેશ કોંગ્રેસ નેતાઓઓ પણ જોડાશે. વધુમાં પુર્વ CM ઉદ્વવ ઠાકરે, NCP નેતા સુપ્રિય સુલેહ, અમિતાભ બચ્ચન અને રાજ્યસભા સાસંદ જયા બચ્ચન, CM મમતા બેનર્જી અને ચંદ્રબાબુ નાયડું  સહીત અન્ય કેટલીક રાષ્ટ્રીય નેતાઑ જો઼ડાઇ શકે છે.

આજે PM મોદી અમદાવાદ અને રાજકોટ જિલ્લાની મુલાકાતે
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. ગઇકાલે જામનગર મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ ઉપરાંત 1448  કરોડના વિકાસ કાર્યની ભેટ આપવામાં આવી હતી.ત્યારબાદ આજે PM મોદી અમદાવાદ અને રાજકોટ જિલ્લાની મુલાકાત લેશે. સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં રૂ.712 કરોડની સુવિધાઓનું આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. હૃદયની અદ્યતન સારવાર માટે આધુનિક મશીનોનુ લોકાર્પણ કરાશે. 

હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ
તથા રૂ.54 કરોડના આધુનિક મશીનો અને વિશ્વસ્તરીય સુવિધાઓ તથા હૃદય અને ફેફસાના પ્રત્યારોપણ માટેના કેન્દ્રનું લોકાર્પણ,UN મહેતા હોસ્પિટલની નવી હોસ્ટેલ બિલ્ડિંગનું લોકાર્પણ  અને 10 માળની હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવ્યું છે તથા બે બેઝમેન્ટ, 176 રૂમ, સેન્ટ્રલ લાઇબ્રેરી, મ્યુઝિયમ બનાવાયું છે. રૂ.408 કરોડના ખર્ચે નવી હોસ્પિટલ તૈયાર કરાઇ જે કિડની રિસર્ચ માટે નવી હોસ્પિટલનું લોકાર્પણ સહીતના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. વધુમાં બહારથી આવતા ગરીબ દર્દીઓના પરિવારજનોની સુવિધા માંટે રૂ.39 કરોડના ખર્ચે રૈન બસેરાનું ભૂમિ પૂજન કરવામાં આવશે.

કંડોરણામાં જંગી સભા સંબોધશે
વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજકોટના જામ કંડોરણામાં જંગી સભા સંબોધશે. આ સભામાં આશરે 2 લાખ લોકો ઉપસ્થિત રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ PM મોદીની મહત્વની સભા છે. જેને લઇને 40 વિઘામાં 5 વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ