બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / PM Modi made a call for the world to be troubled and ran to support these countries

CoronaVirus / વિશ્વ પરેશાન છે તે મામલે PM મોદીએ એક હાકલ કરી અને સાથ આપવા દોડી આવ્યા આ દેશો

Intern

Last Updated: 05:45 PM, 13 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાવાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. અત્યાર સુધી કોરોનાએ 4300થી વધારે લોકોના જીવ લીધા છે. ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટ્વીટ કરી દરેક દેશોને ઉકેલ લાવવા માટે અને લડવા માટે એક સૂચન આપ્યું. જ્યારે ઘણાં સાર્ક દેશોના રાષ્ટ્રપ્રમુખ સમર્થનમાં આવ્યા છે.

  • કોરોનાનો દરેક લોકોને ડર
  • નરેન્દ્ર મોદીએ એક નવી પહેલ કરવાની વાત કરી
  • પાડોશી દેશો સમર્થનમાં આવી રહ્યાં છે 

 

કોરોના વાયરસથી બચવા માટે ભારત સતત પ્રયાસ કરી રહ્યું છે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી જણાવ્યું છે કે દરેક સંક્રમિત દેશોને આ વાયરસ વિરુદ્ધ લડાઈ લડવાનું કહ્યું હતું. અને ત્યારબાદ ઘણાં દેશોએ પ્રધાનમંત્રી મોદીનું સમર્થન કર્યું છે. પ્રધાનમંત્રીએ દરેક દેશો સાથે વિડીયો કોન્ફેરન્સના માધ્યમથી વાતચીત કરવાની શરૂઆત કરી છે. 

શ્રીલંકા, ભૂટાન અને માલદીવે આપ્યો સાથ 

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ શ્રીલંકા, ભૂટાન અને માલદીવના રાષ્ટ્રપ્રમુખોએ પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબયા રાજપક્ષે ટ્વીટ કરી કહ્યું કે કોરોના વાયરસના મામલે શ્રીલંકા વાતચીત કરવા તૈયાર છે. આ સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક શાનદાર પહેલની શરૂઆત કરી છે.

 

ભૂટાનના પ્રધાનમંત્રી લોતેય ત્શેરીંગ એ પણ પ્રધાનમંત્રી મોદીને સમર્થન આપતાં કહ્યું કે આને જ નેતૃત્વ કહેવાય, ક્ષેત્રના સદસ્યના રૂપમાં આપણે આગળ આવવું જોઈએ નહિ તો અર્થતંત્રને ખુબ મોટું નુકશાન થઈ શકે છે. હું આ વિડીયો કોન્ફરેન્સ માટે તૈયાર છું.

માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સોલિહે પણ પ્રધાનમંત્રી મોદીનો અભાર માન્યો છે. અને ટ્વીટ કરતાં કહ્યું કે કોરોના વાયરસને હરાવવા માટે આપણે બધાને એક સાથે આવવાની જરૂર છે. અને ક્ષેત્રીય એકતા દેખાડવા માટેની પહેલને હું સમર્થન કરું છું.

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્માએ કહ્યું કે અમારી સરકાર આ વાત સાથે સહમત છે અને અમે પણ સમર્થન આપવા માટે તૈયાર છીએ.

પ્રધાનમંત્રી મોદીએ શું લખ્યું હતું?

તમને જણાવી દઈએ કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસના મામલાને લઈને ટ્વીટ કર્યું હતું. અને પીએમે લખ્યું હતું કે કોવિડ-19થી આ સમયે સમગ્ર દુનિયા લડી રહી છે. દક્ષિણ એશિયાના દેશોમાં પણ તેમની અસર જોવા મળી રહી છે. અને આવા સમયે SAARC (સાર્ક) દેશોના પ્રમુખને અપીલ કરું છું કે કોરોના વાયરસથી લડવા માટે એકસાથે આવો.

 

પીએમ મોદીએ પ્રસ્તાવ રાખ્યો છે કે વિડીયો કોન્ફરન્સથી સાર્ક દેશોના પ્રમુખ સાથે આ મામલે વાતચીત કરશે અને તેમનો ઉકેલ લાવશે. આપણે એક સાથે મળીને દુનિયાને એક ઉદાહરણ સ્વરૂપે રજૂ કરીશું.

સંકળાયેલા મુદ્દાઓ

Bhutan Gotabaya Rajapaksa KP Sharma Oli Narendra Modi Twitter કેપી શર્મા ઓલી ગોટાબયા રાજપક્ષે ટ્વીટર નરેન્દ્ર મોદી ભૂટાન coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ