બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ભારત / Politics / PM Modi Lok Sabha Election public rally in Udhampur

VIDEO / '370ની દીવાલ પાડી દીધી, કોઈ રાજનૈતિક પાર્ટીની હિંમત નહોતી', જમ્મુમાં PM મોદીએ ગજવી જંગી સભા

Priyakant

Last Updated: 12:04 PM, 12 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી. તેના બદલે દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે

Lok Sabha Election 2024 : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024) ને લઈ રાજકીય પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. રાજકીય પક્ષોના નેતાઓ વિવિધ રાજ્યોમાં જઈને રેલીઓ અને જાહેર સભાઓ કરી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election 2024)ને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉધમપુરમાં કહ્યું કે, આ ચૂંટણી માત્ર સાંસદોને ચૂંટવાની નથી. તેના બદલે દેશમાં મજબૂત સરકાર બનાવવાની છે. જ્યારે સરકાર મજબૂત હોય છે, ત્યારે તે જમીન પરના પડકારોને પહોંચી વળવા માટે કામ કરતી જોવા મળે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરથી કહ્યુ કે, અહીંના જૂના લોકોને 10 વર્ષ પહેલાંનું મારું ભાષણ યાદ હશે. મેં તમને કહ્યું કે મારા પર વિશ્વાસ રાખો. હું તમને 60 વર્ષની સમસ્યાઓનો ઉકેલ બતાવીશ. ત્યારે મેં અહીં માતાઓ અને બહેનોના સન્માનની ખાતરી આપી હતી. ગરીબોને બે ટાઈમના ભોજનની ચિંતા નહીં કરવાની ખાતરી આપવામાં આવી હતી. આજે જમ્મુ-કાશ્મીરના લાખો પરિવારોને 5 વર્ષ માટે મફત રાશનની ખાતરી આપવામાં આવે છે. આજે લાખો પરિવારોને 5 લાખ રૂપિયાની મફત સારવારની ગેરંટી છે.

PM મોદીએ કહ્યું કે, દસ વર્ષ પહેલા સુધી જમ્મુ અને કાશ્મીરમાં કેટલા ગામો હતા? જ્યાં વહેતું પાણી અને રસ્તા નહોતા. આજે દરેક ગામમાં વીજળી પહોંચી ગઈ છે. આજે જમ્મુ અને કાશ્મીરમાં 75 ટકાથી વધુ ઘરોમાં પાઇપ દ્વારા પાણીની સુવિધા મળી રહી છે. PM મોદીએ કહ્યું કે, ભાજપે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી. અન્ય કોઈ રાજકીય પક્ષમાં તેને હટાવવાની હિંમત નહોતી.

વધુ વાંચો: આગ ઓકતી ગરમી વચ્ચે IMDની ઠંડી આગાહી, આ રાજ્યોમાં આપ્યું તોફાનનું એલર્ટ

લોકસભા ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના ઉધમપુરમાં રેલીને સંબોધિત કરી હતી. ભાજપે ઉધમપુરથી કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહને ફરી ટિકિટ આપી છે. PM મોદીની રેલીને ધ્યાનમાં રાખીને અહીં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જેને લઈ ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉધમપુર બાદ PM મોદી બાડમેરમાં વિજય શંખનાદ જનસભાને સંબોધશે. આ પછી સાંજે સોમનાથ ચારરસ્તાથી દૌસાના ગુપ્તેશ્વર દરવાજા સુધી રોડ શો કાઢવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ