બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurated Miyawaki Forest Maze Garden in Ektanagar

PHOTOS / એકતાનગરમાં PM મોદીએ મિયાવાકી ફોરેસ્ટ, મેઝ ગાર્ડનનું કર્યું લોકાર્પણ, ભૂલ ભુલૈયાની તસવીરો જોવા જેવી

Kishor

Last Updated: 08:24 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેવડિયામાં એકતાનાગર ખાતે પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણ સમાન મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યું હતું.

  • કેવડિયાની મુલાકાતે PM મોદી
  • મિયાવાકી ફોરેસ્ટનું કર્યુ લોકાર્પણ 
  • મેઝ ગાર્ડનનું પણ PMના હસ્તે લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના 3 દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે  આજે કેવડિયા ખાતે PM મોદીએ મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ કર્યુ હતું. આ દરમિયાન મેઝ ગાર્ડનનું પણ PM મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે વેળાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહીતના અગ્રણીઑ પણ જોડાયા હતા. ત્યારબાદ PM મોદી ઓયો હાઉસ બોટનું લોન્ચિંગ કરશે અને મા નર્મદાની મહાઆરતી પણ કરવામાં આવશે. આવતીકાલે PM મોદી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બેઠક કરશે. 

 9 થી10 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવાશે
કેવડિયામાં SSNNL સર્કિટ હાઉસ ટેકરીની બાજુમાં એકતા નગર ખાતે એકતા મોલની નજીક 9 થી10 એકર વિસ્તારમાં મિયાવાકી જંગલ વિકસાવવામાં આવ્યું. આ પ્રોજેકટનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. મિશન લાઈફને લઈને ધરતીને બચાવવા માટે આ મિયાવકી પ્રોજેકટ ઉપયોગી નીવડશે. જેના થકી પૃથ્વી પર કુદરતી વાતાવરણ બનાવી ક્લાઈમેટ ચેન્જની લોકો પર થતી અસર અટકાવવા આ પ્રોજેક્ટો  મહત્વનો છે એમ પ્રવાસીઓ પણ માની રહ્યા છે.


 
મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ  
મિયાવકી એ જાપાનીઝ અકિરા પ્રેરિત મિયાવાકી  ટેકનીક પ્રોજેકટ છે, જે ટુંકા ગાળામાં ગાઢ જંગલોનું નિર્માણ કરવામાં મદદ કરે છે. આ પદ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા નજીક વૃક્ષો વાવવામાં આવે છે, જે જગ્યા તો બચાવે જ છે, સાથે જ બાજુમાં વાવેલા રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં મદદ કરે છે, અને સૂર્યપ્રકાશને જમીન સુધી પહોંચતા અટકાવે છે, જેનાથી નીંદણ ઉગતું અટકે છે. પ્રથમ ત્રણ વર્ષ પછી આ રોપેલા છોડવાઓની જાળવણી કરવાની જરૂર રહેતી નથી. આ પદ્ધતિમાં છોડનો વિકાસ 10 ગણો ઝડપી થાય છે. અને પરિણામ સ્વરૂપે 30 ગણું વધુ ગાઢ જંગલ ઊભું થાય છે. મિયાવાકી પદ્ધતિ માત્ર 2થી 3 વર્ષમાં જંગલ ઊભું કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે પરંપરાગત પતિઓ દ્વારા એક જંગલ ઊભું કરવામાં 20 થી 30 વર્ષનો સમય લાગે છે.


1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા
મિયાવાકી ફોરેસ્ટ અને ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારીની સામે બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડન વિશે વાત કરીએ તો પ્રવાસીઓને પોઝિટિવ એનર્જી મળી રહે એટલા માટે અહીં લગભગ 1 લાખ 80 હજાર છોડને શ્રીયંત્રની ડિઝાઈનમાં રોપવામાં આવ્યા છે. આ ગાર્ડનમાં એવી રીતે છોડ રોપાવામાં આવ્યા છે કે પ્રવાસીઓ આવે તો છોડવાઓની વચ્ચે ભૂલા પડી જાય. જોકે, ત્યાંના ગાઈડ પ્રવાસીઓને બહાર નીકળવામાં ગાઈડ કરશે અને ગાર્ડનની બહાર કાઢશે. વિદેશોમાં અને એડવેન્ચર પાર્કમાં જોવા મળતા વિશાળ ભૂલભૂલૈયા ગાર્ડન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં બનાવાયું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ