બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi inaugurate over 4155.17 crore worth of development projects for Junagadh.

જુનાગઢ / કેટલાક રાજકીય પક્ષોએ બેફામ ભાષાનો ઉપયોગ કરી ગુજરાતની જનતાને અપમાનિત કરી, આની સામે આંખ લાલ કરવાની જરૂર: PM મોદી

Vishnu

Last Updated: 05:12 PM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢમાં કુલ રૂપિયા 4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાપર્ણ કર્યું

  • ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને મળશે વિવિધ પ્રોજેક્ટની ભેટ
  • ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ
  • પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ પર છે. સવારે ગાંધીનગર ખાતે ડિફેન્સ એક્સપો તેમજ  અડાલજ ખાતે જૂનાગઢમાં જનસભાને સંબોધન કરશે સાથે જ ગીરસોમનાથ, પોરબંદર અને જૂનાગઢને ₹4155.17 કરોડના વિવિધ વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં નર્મદા જળ સંપતિ, પાણી પુરવઠા અને કલ્પસર, શહેરી વિકાસ, મત્સોદ્યોગ અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ તેમજ આરોગ્ય વિભાગ સંબંધિત વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કર્યું હતું. છેલ્લા એક વર્ષમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ ક્ષેત્રે સુવિધાઓ વિકસિત કરવા માટે જરૂરી આધાર નિર્માણ કર્યો છે. જેના લીધે વિવિધ જીલ્લાઓમાં વિકાસકાર્યોને વેગ મળ્યો છે. 


જૂનાગઢ સિંહની ધરતી અને નરસિંહની પણ ધરતી: PM મોદી
PM મોદીએ જુનાગઢમાં વિશાળ જનસભાનું સંબોધન જય ગિરનારી કહી કર્યું હતું. PM મોદીએ જુનાગઢની ધરતીને સિંહની ધરતી અને નરસિંહની પણ ધરતી કહી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નજર પહોંચે ત્યાં જનતાના આશીર્વાદની ગંગા વહી રહી છે. આપના આશીર્વાદના કારણે મારી છાતી ગજ ગજ ફૂલે છે. આજે ગુજરાતનો વિકાસ દરેક ક્ષેત્રમાં ખૂબ જ તેજ  ગતિએ ચાલી રહ્યો છે

8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ ગુજરાતને મળ્યો: PM મોદી
જૂનાગઢની કેસર કેરીની મીઠાશ ભારતમાં જ નહીં દુનિયામાં પહોંચી છે.  તો છેલ્લા 20 વર્ષમાં માછલીનું એક્સપોર્ટ સાત ગણું વધી ગયું છે. અરે જે દરિયામાં આપણે મુસીબત દેખાતી હતી તે દરિયો આજે આપણે મહેનતના ફળ આપવા લાગ્યો છે. 8 વર્ષમાં ડબલ એન્જિન સરકારનો ડબલ લાભ મારા ગુજરાતને મળ્યો છે. આજે ત્રણ ફિશિંગ હાર્બર વિકસિત કરવાનો શિલાન્યાસ કરવાનો મને મોકો મળ્યો છે. 

ઘરે ઘરે નળથી પાણી પહોંચાડ્યું: PM મોદી
પહેલાની સરકારોને યાદ કરો અહીનો સાંસદ અને ધારાસભ્ય મુખ્યમંત્રી પાસે માંગણી કરતો કે 5 ગામ વચ્ચે કોઈ એક હેન્ડપંપ નાખી આપવામાં આવે, અને જો સીએમ તે વાતને મંજૂર કરે તો ઢોલ નગારા સાથે ગામોમાં ઉજવણી કરવામાં આવતી. તમારા દિકરા મોદીએ બીડું હાથ ઝડપ્યું હતું કે દરેક ઘરે નળ થી જળ મળે, આજે લગભગ ઘરે નળ પહોંચી ગયા છે. મારી માતા બહેનોને પાણીના વલખાં મારવા બહાર જવું પડતું નથી.

ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન: PM મોદી
વધુમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વખાણ કરતા કહ્યું હતું કે ગુજરાતમાં બે ગેસના બાટલા મફત આપવાના નિર્ણય બદલ ભૂપેન્દ્રભાઈની સરકારને અભિનંદન આપું છું. તહેવાર ટાણે આ જાહેરાતથી અનેક ગરીબ પરિવારોને મોટો ફાયદો થશે.

ગુજરાતની જનતાને અપમાનિત કરી રહ્યા છે કેટલાક રાજકિય પક્ષો: PM મોદી
વધુમાં પીએમ મોદીએ કહ્યું હતું કે  કેટલાક રાજકીય પક્ષોને ગુજરાતનો વિકાસ જોઈ પેટમાં ઉદરડા દોડે છે,  બેફામ ભાષાનો ઉપયોગ કરી ગુજરાતની જનતાને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. આની સામે ગુજરાતીઓ આંખ લાલ કરવાની જરૂર છે. આવી વિકૃત માનસિકતાથી લોકોએ ચેતવાની જરૂર છે.  


જૂનાગઢમાં સભા દરમિયાન PM મોદીએ નામ લીધા વગર વિરોધીઓ પર કર્યા આકરા પ્રહાર

  • હિન્દુસ્તાનના કોઈપણ ખુણામાં કોઈપણ જાતિનો માણસ સારૂ કામ કરે તો તમામને ગર્વ થાય
  • અત્યારે એક વિકૃત માનસિકતા છેલ્લા ઘણા સમયથી ઉભી થઈ છે
  • કેટલાક રાજકીય પક્ષોને ગુજરાત અને ગુજરાતીઓને ગાળો દીધા વગર ચાલતુ નથી
  • ગુજરાતને બદનામ કરવામાં આવે એ સહન ન થાય
  • દેશમાં કોઈનું અપમાન સહન નહીં કરવામાં આવે
  • ગુજરાતની એકતાએ ગુજરાતની તાકાત છે

ક્યા જીલ્લાને મળી કેટલા વિકાસકાર્યોની ભેટ? 
જૂનાગઢ- જૂનાગઢમાં આગામી સમયમાં અનેક સુવિધાઓનો વધારો થશે જેમાં વંથલી અને મેંદરણા ભાગ-2 પાણી પૂરવઠા યોજનાનો સમાવેશ થાય છે. સાથે જ નાબાર્ડની RIDF યોજના અંતર્ગત બિયારણ, ખાતર અને કૃષિ પેદાશોના સંગ્રહ માટે ગોડાઉનની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પોરબંદર અને ગીર સોમનાથ- પોરબંદરમાં ₹546 કરોડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તેમજ માધવરપુર ખાતે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામના વિકાસકાર્યો અને કુતિયાણા જુથ ભાગ-2 પાણી પુરવઠા યોજના સહિત અન્ય વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.  ગીર સોમનાથ જીલ્લામાં માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની ₹834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના માટે ₹2440 કરોડનો ખર્ચ

વલસાડ જિલ્લાના ગોવડા-કલાઈથી શરૂ થઈ ને કચ્છ જિલ્લાના નારાયણ સરોવરને જોડતો આ કોસ્ટલ હાઈવે કુલ 15 જિલ્લાઓમાંથી પસાર થશે. આ કામગીરી 3 તબક્કામાં કરવામાં આવશે. આ કોસ્ટલ હાઈવેથી દરિયાઈ સુરક્ષા માટેની કામગીરીમાં સુગમતા આવશે અને રાજ્યના 1600 કીમીના દરિયાકાંઠા પર આવેલા ગામોને સીધુ જોડાણ મળશે. માછીમારી પર નભતા કુટુંબોને સારી કનેક્ટીવીટી મળશે જેથી મત્સ્ય ઉદ્યોગના વિકાસને વેગ મળશે. આ હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળો જેવા કે દમણ, તિથલ, સોમનાથ, માધવપુર બીચ, દ્નારકા,બેટ- દ્વારકા, કંડલા મુદ્રા, માંડવી જેવા સ્થળોને જોડશે જેનાથી પ્રવાસન ઉદ્યોગના વિકાસને વેગ મળશે.

પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ખાતમુહૂર્ત
GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ એ પોરબંદરની સૌથી મોટી સરકારી આરોગ્ય સુવિધા બનવા જઈ રહી છે જે ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને ઉપયોગી બનશે. ખાસ કરીને પોરબંદર જીલ્લાના અંતરીયાળ નેસ વિસ્તારના લોકો માટે સુવિધાયુક્ત બની રહેશે.  GMERS મેડિકલ કોલેજથી પોરબંદર જીલ્લાના 700 જેટલા વિદ્યાર્થીઓને પોતાના જીલ્લામાં જ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવાની તક મળશે. હાલમાં આ મેડિકલ કોલેજમાં 330 બેડની સુવિધા છે જે વધારીને 600 બેડની કરવામાં આવશે. સાથે જ અહીં જનરલ સર્જરી, ઈમર્જન્સી, ઓર્થોપેડિક, બાળરોગ, ગાયનેકોલોજી, પોથોલોજી જેવા અનેક વિભાગો અને સેવાઓનો ઉમેરો કરવામાં આવશે.

જૂનાગઢને વિકાસકાર્યોની ભેટ

  • - ગીર-સોમનાથ, પોરબંદર અને જૂનાગઢને મળશે વિવિધ પ્રોજેક્ટની ભેટ
  • -  કુલ રુપિયા 4155.17 કરોડથી વધુના વિકાસકાર્યોનું કરશે ખાતમુહૂર્ત 
  • - રુપિયા 2440 કરોડનો ખર્ચે ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે યોજના 
  • - હાઈવે દરિયાકિનારા પર આવેલા પ્રવાસનના સ્થળોના વિકાસને મળશે વેગ
  • - ઉમરગામથી લખપત કોસ્ટલ હાઈવે 15 જિલ્લામાંથી પસાર થશે
  • - પોરબંદરમાં 600 બેડની GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત
  • -  ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકા અને પોરબંદરના લોકોને મળશે આરોગ્ય સેવાનો લાભ
  • - GMERS મેડિકલ કોલેજથી 700થી વધુ વિદ્યાર્થીઓને મળશે જિલ્લામાં જ અભ્યાસની તક
  • - માઢવાડ, સુત્રાપાડા અને વેરાવળની રુપિયા 834.12 કરોડની મત્સ્ય બંદર વિકાસ યોજનાનું ખાતમુહૂર્ત

પોરબંદરની પ્રથમ મલ્ટી-સ્પેશ્યાલિટી હોસ્પિટલ

  • - જૂનાગઢ ખાતેથી પોરબંદરને આપશે વિવિધ વિકાસકાર્યોની ભેટ
  • - પોરબંદર GMERS મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનું ઈ-ખાતમુહૂર્ત
  • - 20 એકર જેટલા વિસ્તાર પર રૂ.546 કરોડના ખર્ચે થશે નિર્માણ
  • -GMERS બનશે પોરબંદરની સૌથી મોટી સરકારી આરોગ્ય સુવિધા
  • - પોરબંદર, ગીર-સોમનાથ અને દેવભૂમિ દ્વારકાના નાગરિકોને મળશે લાભ
  • - નવી હોસ્પિટલમાં બેડની સંખ્યા 330થી વધારીને 600 બેડ કરાશે
  • - ઓર્થોપેડિક, બાળરોગ, પેથોલોજી, ગાયનેકોલોજી જેવા વિભાગોનો ઉમેરો
  • - જિલ્લાના 700 જેટલા વિદ્યાર્થીઓને મેડિકલ કોલેજમાં અભ્યાસની કરવાની તક
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ