બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / pm modi gujarat visit 80 thousand women greeted PM Modi in Vadodara
Dinesh
Last Updated: 07:20 PM, 27 September 2023
ADVERTISEMENT
PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેમના પ્રવાસનો આજે બીજો દિવસ છે. જેઓ સવારથી વિવિધ કાર્યક્રમમાં ભાગ લઈ નાગરિકોને સંબોધિ રહ્યાં છે. સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણીમાં ભાગ લીધા બાદ પીએમ મોદી અત્યારે છોટાઉદેપુરના બોડેલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ તેઓ અત્યારે વડોદરા ખાતે પહોંચ્યા છે, જ્યાં મધ્ય ગુજરાતની મહિલાઓ PM મોદીનું અભિવાદન કર્યું હતું.
ADVERTISEMENT
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન
લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત જાહેર કર્યા પછી તેઓ પહેલીવાર ગુજરાત આવ્યા છે ત્યારે મધ્ય ગુજરાતની મહિલાઓ PM મોદીનું આભાર માની અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરતા જણાવ્યું કે, વડોદરામાં ગણેશ ઉત્સવોની ધૂમ હોય તેમજ નવરાત્રિની તૈયારીઓ ચાલતી હોય તેવા સમય લાખો બહેનોનો આશીર્વાદ લેવાનો મારા માટે અવસર હોય તેવા પ્રસંગે મારા દરેક બહેનોના ચરણોમાં કોટી કોટી વંદન. તેમણે કહ્યું કે, સ્વભાવિક રીતે વડોદરા આવવાનું મન થાય જ અને વડોદરાને યાદ કરૂ એટલે એમ લાગે કે મારા જીવનના ઘડતરમાં અનેક પરિબળોમાં યોગદાન રહ્યું હશે, પરંતુ વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છે. ગુજરાતની મહિલાને-નારી શક્તિને મુશ્કેલીમાંથી બહાર નીકાળવામાં આપણે સફળ થયા છીએ તેનુ ગર્વ છે.
'માતા-બહેનોની ઈચ્છા શક્તિએ ગુજરાતનું ભાગ્ય બદલી નાંખ્યું'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતની માતા-બહેનોની ઈચ્છા શક્તિએ ગુજરાતનું ભાગ્ય બદલી નાંખ્યું છે. ગુજરાતમાં વિમન્સ ડેવલોપમેન્ટની સફળતાએ વિકસિત ભારતના સ્વપનાઓનું ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. ગુજરાતમાં જે યોજનાઓ બનાવી જે અભિયાનો ચલાવ્યા તે 2014 પછી આપે મને દિલ્હી મોકલ્યો તો જોડે જોડે અનુભવનો ભાથુ પણ આપ્યો અને જે ભાથું મને રાષ્ટ્રીય યોજનાઓ નિર્ધારિત કરવામાં લેખે લાગ્યું. ગુજરાતમાં દીકરીઓને શિક્ષણ મળે તે માટે કન્યા કેળવણી યાત્રા શરૂ કરી હતી.
'I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન'
પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું કે, તમે એમ ન માનતા કે, આ સુધરી ગયા છે, તમારો તાપ એટલો વધ્યો છેને ભલા ભલાને આ બિલ પાસ કરવું પડ્યું, નહી તો એમણે તો ત્રણ ત્રણ દાયકા સુધી તેને અટકાવવા માટે જેટલા ખેલ થાય તેટલા કર્યા છે. વધુમાં જણાવ્યું કે, એમનું રેકર્ડ જોઈ લેજો કેવા કેવા બહાના કાઢ્યા છે, પાર્લામેન્ટની અંદર બિલ ફાડી નાંખે અને નાટકબાજી ચાલે એક બાજુ કહે કે, અમે બિલ લાવ્યા તા અને બીજી બાજુ પેલાએ ફાડી નાંખ્યુ પરંતુ પેલા તમારી જોડે બેસેલા છે. વધુમાં ઉમેર્યું કે, I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન, હવે મહિલાઓમાં ભાગલા પડે તેવું કામ શરૂ કર્યું
'વડોદરા એટલે મારી સંસ્કારી નગરી..'
પ્રધાનમંત્રીએ કહ્યું કે, વડોદરા એટલે મારી સંસ્કારી નગરી.. વડોદરા એટલે મારી ઉત્સવની નગરી... વડોદરા એટલે મારી ઉત્સાહની નગરી વધુમાં કહ્યું તેમને મારો એક આગ્રહ છે 2 ઓક્ટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતી છે અને 1 ઓક્ટોબરથી સ્વચ્છતા અભિયાન ચાલવાનું છે ત્યારે આ અભિયાન ચલાવીને મહાત્માગાંધીને સાચી શ્રંદ્ધાજલી આપવાની છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેનું નિવેદન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશની મહિલાઓના આશીર્વાદથી પ્રધાનમંત્રીની આગેવાનીમાં નારી શક્તિ વંદના અધિનિયમ બિલ પસાર કરાયો છે. જે બિલ પસાર કરવાનો એવો નિર્ણય છે જે દેશનો ભાગ્ય બદશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.