બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / pm modi greetings to all the civil servants on civil services day

સિવિલ સર્વિસ ડે / આ દેશ કોઈ રાજસિંહાસનને આધારિત નથી રહ્યો...: અધિકારીઓને સંબોધિત કરતાં સમયે PM મોદીનું સૂચક નિવેદન

Published By: Dhruv

Last Updated: 03:40 PM, 21 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ આજે સિવિલ સર્વિસ ડે પર અધિકારીઓને સંબોધિત કરતા કહ્યું કે, 'આ દેશ કોઇ રાજસિંહાસનોથી નથી બન્યો.'

  • સિવિલ સર્વિસ ડે પર PM મોદીએ અધિકારીઓને કર્યા સંબોધિત
  • દેશ રાજસિંહાસનોથી નથી બનતો : PM મોદી
  • મે એવાં 1,500 કાયદા નાબૂદ કર્યા છે કે જે નાગરિકો માટે બોજ હતા : PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસ ડે (Civil Services Day) પર નેશન ફર્સ્ટના મુદ્દાને પુનરાવર્તિત કર્યો છે. તેઓએ આ દરમિયાન દેશની એકતા અને અખંડિતતાને મજબૂત કરવાની વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે, આપણા દરેક કામમાં એક માપદંડ હોવો જોઈએ. ભારત પ્રથમ, રાષ્ટ્ર પ્રથમ, મારું રાષ્ટ્ર સર્વોપરી છે. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું છે કે, આપણો દેશ રાજ્ય વ્યવસ્થાઓથી નથી બન્યો છે અને ના તો આપણો દેશ રાજ સિંહાસનોથી બન્યો છે.

જેમને આજે એવોર્ડ મળ્યો છે તેઓએ દર અઠવાડિયે આ કામ કરવું જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિવિલ સર્વિસ ડે પર સિવિલ સેવકોને સંબોધિત કર્યા. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું કે, 'આપ સૌને સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ. આજે એવોર્ડ મેળવનાર સહકર્મીઓને અને તેમની સમગ્ર ટીમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન. જેમને આજે એવોર્ડ મળ્યો છે તેઓએ દર અઠવાડિયે તેમની કલ્પનાશક્તિ અને તાલીમાર્થીઓ દ્વારા સામનો કરવામાં આવતી મુશ્કેલીઓનું પ્રેઝન્ટેશન આપવું જોઈએ. તેનાથી નવી પેઢીને ફાયદો થશે.'

હું તમારી પાસેથી કંઈક શીખું છું : PM મોદી

તેઓએ જણાવ્યું કે, હું લગભગ 20-22 વર્ષથી તમારા જેવાં સાથીદારો સાથે આ રીતે વાતચીત કરી રહ્યો છું. પહેલા હું મુખ્યમંત્રી તરીકે કામ કરતો હતો અને હવે વડાપ્રધાન તરીકે કરી રહ્યો છું. તેના કારણે, એક રીતે, હું તમારી પાસેથી કંઈક શીખું છું અને હું મારી બાબતો તમારા સુધી પહોંચાડી શકું છું. આઝાદીના 75 વર્ષની અમૃત યાત્રામાં ભારતને આગળ લઈ જવા માટે સરદાર પટેલની સિવિલ સર્વિસની ભેટ. તેના જે લોકો ધ્વજવાહક રહ્યાં છે તેઓએ આ દેશની પ્રગતિમાં કંઈક અંશે યોગદાન આપ્યું છે. એ બધાને યાદ કરીને અમૃતકાળમાં સિવિલ સર્વિસનું સન્માન કરવાનો વિષય બની જશે.

આ દેશમાં સદીઓથી સામાન્ય માણસની શક્તિ સાથે ચાલવાની પરંપરા રહી છે. લોકશાહીમાં શાસન પ્રણાલી વિવિધ રાજકીય વિચારધારાઓથી પ્રેરિત થઈ શકે છે. લોકશાહીમાં તે જરૂરી પણ છે, પરંતુ આપણે વહીવટી તંત્રના કેન્દ્રમાં દેશની એકતા મજબૂત કરવાના મંત્રને આગળ વધારવો જોઈએ. તેઓએ કહ્યું કે, અમે દેશની અખંડિતતા અને એકતા સાથે સમાધાન કરી શકીએ નહીં.

આપણે નિયમો અને કાયદાના બંધનમાં ફસાઈ જઈએ છીએ

આપણે નિયમો અને કાયદાના બંધનમાં ફસાઈ જઈએ છીએ. ક્યાંક આવું જ કરીને આપણી સામે નવી યુવા પેઢી તૈયાર થઇ છે કે આપણે તેના સાહસને, તેના સામર્થ્યને આપણા આ નિયમોનું ઝંઝાળ તો જકડી રહ્યું ને? તેના સામર્થ્યને તો અસર નથી કરી રહ્યું ને? જો તે આમ કરી રહ્યું છે તો મે કદાચ સમય સાથે આગળ વધવાની ક્ષમતા ગુમાવી દીધી છે.'

મે એવાં 1,500 કાયદા નાબૂદ કર્યા છે કે જે નાગરિકો માટે બોજ બન્યા હતા

પીએમ મોદીએ ત્રણ ધ્યેયો વિશે વાત કરતા કહ્યું કે, પહેલું ધ્યેય દેશના સામાન્ય માનવીનું જીવન બદલવાનું છે અને તેણે તેનો અહેસાસ પણ થવો જોઈએ, બીજું આજે આપણે ભારતમાં જે કંઈ કરીએ છીએ તેને વૈશ્વિક સંદર્ભમાં તે કરવું એ સમયની જરૂરિયાત છે. ત્રીજું સિસ્ટમમાં આપણે જ્યાં પણ હોઇએ, પરંતુ જે સિસ્ટમમાંથી આપણે બહાર આવ્યા છીએ, તેમાં આપણી મુખ્ય જવાબદારી દેશની એકતા અને અખંડિતતા છે. આપણે લોકશાહી પ્રણાલીમાં છીએ અને આપણી સામે આ ત્રણ લક્ષ્યો બિલકુલ સ્પષ્ટ હોવા જોઈએ. દેશમાં એવાં સેંકડો કાયદા હતા કે જે દેશના નાગરિકો માટે બોજ બની ગયા હતા. વડાપ્રધાન બન્યા પછીના પ્રથમ 5 વર્ષમાં મે આવાં 1,500 કાયદા નાબૂદ કર્યા.

સંકળાયેલા મુદ્દાઓ

National Civil Services Day 2022 PM Narendra Modi civil servants civil service day civil service day 2022 National Civil Services Day 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ