બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / PM Modi gave a big gift to Jhansi Commencement of Rs. 3425 crore development project

મોટી ભેટ / 'મેં હૂં ઝાંસી...' PM મોદીએ વાયુસેનાને સોંપ્યા સ્વદેશી કૉમ્બેટ હેલિકૉપ્ટર, કિલ્લા પરથી સંભળાવી આ કવિતા

Ronak

Last Updated: 08:32 PM, 19 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ આજે ઝાંસીને મોટી ભેટ આપી જેમા તેમણે 3425 કરોડ રૂપિયાના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી. સાથેજ 3013 કરોજના ખર્ચે 600 મેગાવોટના સોલાર પાવર પાર્કની પણ શિલા મુકી

  • PM મોદીએ ઝાંસીને આપી મોટી સોગાત 
  • 3425 કરોડ રૂપિયાના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની કરી શરૂઆત 
  • ઝાંસીના ગરોઠામાં 600 વોટના સોલાર પાવર પાર્કની શિલા મુકાઈ 
  • 3013 કરોડના ખર્ચે સોલાર પાવર પાર્કનું થશે નિર્માણ 
  • વાયુસેનાને આપ્યા સ્વદેશી કોમ્બેટ હેલિકોપ્ટર 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઝાંસીમાં યોજાયેલ કાર્યક્રમ રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વમાં ભાગ લીધો. જેમા તેમણે એનસીસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના એસોસિએશનનો શુભારંભ કર્યો સાથેજ તેઓ એસોશિએશનના પહેલા સદસ્યા બન્યા હતા. બાદમાં તેમણે બધાજ એનસીસી કેડેટ્સને એસોસિએશનમાં જોડાવા માટે અપીલ કરી હતી. 

ગુરુનાનક દેવની જન્મજયંતીએ શુભકામના પાઠવી 

પીએમ મોદીએ  આ પ્રસંગે વધુમાં કહ્યું  કે ઝાંસીમાં રાષ્ટ્ર રક્ષા સમર્પણ પર્વ ભારતમાં રક્ષા ઈતિહાસના એક નવા અધ્યાયની શરૂઆત છે. આ પ્રસંગે પીએમ મોદીએ આજે ગુરુનાનક દેવની જયંતી નિમિત્તે તેમને યાદ કર્યા સાથેજ તેમણે દેશવાસીઓને આ પર્વની શુભકામનાઓ પણ પાઠવી હતી. ઉપરાંત આજે તેમણે ઝાંસીમાં મે હૂં ઝાંસીની કવિતા સંભળાવનીને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈને પણ યાદ કર્યા હતા.

600 મેગાવોટના સોલર પાવર પાર્કની શિલા મુકાઈ 

PM મોદીએ આજે ઝાંસીમાં 3425 કરોડ રૂપિયાના ડેવલેપમેન્ટ પ્રોજેક્ટની શરૂઆત કરી. જેમા તેમણે ઝાંસીમાં આવેલ ગરોઠામાં 600 મેગાવોટ અલ્ટ્રા મેગા સોલર પાવર પાર્કની શિલા પણ મુકી હતી. જેના નિર્માણમાં 3013 કરોડ રૂપિયા લગાવામાં આવ્યા છે. આ પાવર પાર્કને કારણે લોકોને નજીવી કિંમતે વિજળી મળી રહેશે. 

વાયુસેનાને આપ્યા હેલિકોપ્ટર 

આ ઉપરાંત પીએમ મોદીએ ભારતીય વાયુસેનાને ઓપચારિક રૂપે એચએએલના લડાકૂ હેલિકોપ્ટર આપ્યા અને ડિઆરડીઓ દ્વારા ડિઝાઈન કરેલા નૌસેનાના જહાજો માટે બીએલ-નિર્મિત એડવાંસ ઈલેક્ટ્રોનિક વારફેયર સૂટ આપ્યા. ઉપરાંત તેમણે સેનાને નવા ડ્રોન પણ આપ્યા હતા. આ સિવાય તેમણે ઉત્તરપ્રદેશ ડિફેંસ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરના ઝાંસી નોડ પર  400 કરોડ રૂપિયાની પરિયોજનાની આધારશીલા મુકી હતી. 

અટલ એકતા પાર્કનું પણ ઉદ્ઘાટવન કર્યું હતું 

ઉલ્લેખનીય છે કે ઝાંસીમાં વડાપ્રધાન મોદીએ બુધવારે અટલ એકતા પાર્કનું ઉદ્ઘાટન કર્યું . આ પાર્ક અટલ બિહારી વાજપેયીના નામે બનાવામાં આવી રહ્યું છે જે 40 હજાર વર્ગ મીટરમાં ફેલાયેલું છે.અને કુલ 12 કરોડ રૂપિયાના ખર્ચે આ પાર્કને બનાવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ