બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / બિઝનેસ / pm modi dream come true public sector banks conducted 72 percent financial transactions via digital channels

બિઝનેસ / PM મોદીનું સપનું ઝડપથી સાકાર થતું દેખાઈ રહ્યું છે, સરકારી બૅંકોએ પણ કરી દેખાડ્યું જે PMની ઈચ્છા હતી

Bhushita

Last Updated: 08:44 AM, 13 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પબ્લિક સેક્ટરમાં બેંકમાં લગભગ 72 ટકા સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવા લાગ્યા છે. આ પીએમ મોદીના ડિજિટસ ઈન્ડિયાના સપનાને પૂરા કરવાની દિશામાં મહત્વનું પગલું છે.

  • PM મોદીનું સપનું ઝડપથી સાકાર થશે
  • સરકારી બૅંકોએ પણ કરી દેખાડ્યું 
  • પબ્લિક સેક્ટરમાં બેંકમાં લગભગ 72 ટકા સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન

 
પ્રાઈવેટ બેંકો ઝડપથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ફોકસ કરી રહી છે પણ સાથે સરકારી બેંકો પણ પાછળ નથી. મંગળવારે રાજ્યસભામાં રાજ્યમંત્રી ભાગવત કરાડે એક સવાલના જવાબમાં કહ્યું કે પબ્લિક સેક્ટર બેંકમાં અત્યાર સુધીમાં લગભગ 72 ટકા સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા છે. 2019-20માં પબ્લિક બેંકમાં લગભગ 3.4 કરોડ ગ્રાહકો ડિજિટલ ચેનલ પર એક્ટિવ હતા જે 2020-21 સુધીમાં બમણા થઈ ને 7.6 કરોડ થયા છે. 


 
આવું ઈચ્છતા હતા પીએમ મોદી
પીએમ મોદી જ્યારે સત્તામાં આવ્યા ત્યારે તેઓએ સતત ડિજિટલ ઈન્ડિયાને વેગ આપવાનું કામ કર્યું, વારે વારે ડિજિટલ ઈન્ડિયાના નારા લગાવ્યા અને યુવાઓને ટેકનિકની સાથે જોડાયેલા રહેવા અને પ્રેરિત કરવામાં આવ્યા. કાળું ધનને રોકવા માટે તેઓ ઈચ્છતા કે વધારેને વધારે નાણાંકીય ટ્રાન્ઝેક્શન થાય, એક એક રૂપિયા પર નજર રાખવાનું સરળ બને. આ કારણે ભીમ યૂપીઆઈ સહિત અનેક પગલા લેવાયા છે. હવે સરકારી બેંકમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઝડપથી વધી રહ્યા છે. તેનાથી પીએમ મોદીને ચોક્કસથી આનંદ આવશે. 

ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી થશે અનેક ફાયદા
જો તમામ બેંક ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેનાથી અનેક ફાયદા થશે. તેનાથી કાળા ધન પર લગામ લગાવવામાં મદદ મળશે અને સાથે ગ્રાહકોને ફાયદો થશે. ડિજિટલ ટ્રાન્ઝેક્શન થવાના કારણે બેંક જઈને કામ કરનારા લોકોનો સમય બચશે. જો લોકોનો સમય બચશે તો તેઓ તે સમયમાં અન્ય કામ કરી શકશે અને સાથે જ કેશ રાખવાની ઝંઝટથી પણ છૂટકારો મળશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ