બ્રેકિંગ ન્યુઝ

logo
logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

VTV / ગુજરાત / સુરત / pm modi diamond photo designed by surat architect for birthday gift

મોદી ફેન / હીરાથી ચમકતા PM મોદી! સુરતના વ્યક્તિએ 7200 ડાયમંડથી તૈયાર કરી ખાસ PM મોદીની તસવીર, જાણો કેટલી છે કિંમત

Dinesh

Last Updated: 05:32 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીના સમર્થક અને આર્કિટેક્ટ એન્જિનિયરએ પ્રધાનમંત્રી મોદીની હીરાઓથી એક તસવીર બનાવી છે, 7200 હીરાઓથી બનાવવામાં આવેલી આ તસવીર PMને ગિફ્ટ આપવા માંગે છે

  • 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મદિવસ
  • PM મોદીના સમર્થકએ PMની બનાવી હીરા જડિત તસવીર
  • સુરતમાં 7200 હીરાઓથી બનાવવામાં આવી તસવીર


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બરના રોજ 73 વર્ષના થઈ જશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તેમના સૌથી મોટા અને લોકપ્રિય નેતાનો જન્મ દિવસ ધામધૂમ પૂર્વક મનાવવા તૈયારી કરી રહ્યાં છે, જે કાર્યકર્તામાં અનોખી ખુશી પણ જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી મોદીના સમર્થક અને આર્કિટેક્ટ એન્જિનિયરએ પ્રધાનમંત્રી મોદીની હીરાઓથી એક તસવીર બનાવી છે. 7200 હીરાઓથી બનાવવામાં આવેલી આ તસવીરને તેમના કાર્યકર્તા પ્રધાનંત્રીને ગીફ્ટ કરવા માંગ છે.

વિપુલ જેપી વાળા શું કહ્યું ?
સુરતના આર્કિટેક્ટ એન્જિનિયર વિપુલ જેપી વાળાએ પ્રધાનમંત્રી મોદીની આ તસવીર બનાવી છે. વિપુલએ ન્યૂઝ એજન્સીઓને જણાવ્યું કે, આ તસવીર પ્રધાનમંત્રી મોદીને તેમના જન્મદિવસ પર ગીફ્ટ આપવા માંગે છે. વિપુલે વધુમાં જણાવ્યું કે, તેને આ વિચાર ત્યારે આવ્યો હતો જ્યારે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની પત્નીને ડાયમંડ વાળો ડ્રાફ્ટ આપ્યો હતો.

'પ્રધાનમંત્રી મોદીને ગીફ્ટ આપવા માંગે છે'
હીરા જડિત આ તસવીર બનાવવા માટે તેને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો, જેમાં ચાર પ્રકારના હિરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, તમને જણાવી દઈએ કે, વિપુલ તે નથી જણાવ્યું કે, આ તસવીર બનાવવા માટે કેટલો ખર્ચ થયો છે, પરંતુ કિંમત કરોડોમાં હશે તેવી ચર્ચા થઈ રહી છે. તેમણે વધુમાં કહ્યું કે, તેઓ આ હીરા જડિત તસવીર પ્રધાનમંત્રી મોદીને ગુજરાત તરફથી ભેટ કરવા માંગે છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી મોદીને આ પહેલા સુરતના એક હીરા વેપારીએ નરેન્દ્ર દામોદર દાસ લખેલુ એક સૂટ પણ ગીફ્ટ કર્યું હતું, જેની ખૂબ જ ચર્ચા પણ થઈ હતી. પ્રધાનમંત્રીએ તે સૂટ 2015માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં સાથેની મુલાકાત દરમિયાન તે પહેર્યું હતું, ત્યારબાદ તે સૂટ 4.31 કરોડમાં વેચાયો હતો. પ્રધાનમંત્રી મોદી તેમને મળેલી ગિફ્ટની હરાજી કરી દે છે અને તેમાંથી થતી આવકને ગંગા સફાઈમાં વાપરે છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ