ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / PM Modi cleans Kalaram temple premises in Nashik today news

સાદગીના દર્શન / VIDEO: PM મોદીએ મંદિરમાં પોતું મારીને દેશભરમાં નવા અભિયાનની કરી શરૂઆત, જુઓ શું કહ્યું

Published By: Dhruv

Last Updated: 03:35 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે. ત્યારે નાસિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરમાં તેઓ જાતે ડોલ ઉંચકી પોતું મારતા જોવા મળ્યાં. જેનો વીડિયો સોશ્યલ મીડિયામાં હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

ADVERTISEMENT

  • PM નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે
  • નાસિકના કાલારામ મંદિરમાં પોતું મારતા દેખાયા
  • ટ્રાન્સ હાર્બર લિંક - (અટલ સેતુ) નું કરશે ઉદ્ઘાટન

PM મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. જ્યાં તેઓ આજે 4:30 વાગ્યાની આસપાસ ટ્રાન્સ હાર્બર લિંક - MTHL (અટલ સેતુ) નું ઉદ્ઘાટન કરશે. ત્યારે તાજેતરમાં જ તેઓનો પોતું મારતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તેઓ નાસિકના પ્રસિદ્ધ કાલારામ મંદિરમાં સફાઇ કરતા નજરે પડી રહ્યાં છે.

મંદિરના પ્રાંગણમાં PM મોદી પોતું મારતા નજરે પડ્યાં

PM મોદીએ આજે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો છે. ત્યારે તેઓ કાલારામ મંદિરમાં હાથમાં પોતું લઇને સાફ સફાઇ કરી રહ્યાં છે. સાથે લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી રહ્યાં છે. PM મોદીએ સૌ પ્રથમ આ મંદિરમાં પ્રાર્થના કરી. ત્યાર બાદ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઇ કરી રહ્યાં છે. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

રોડ શો ઉપરાંત ગોદાવરી નદીના કિનારે કરી પૂજા-અર્ચના

તદુપરાંત PM મોદીએ આજે સૌ પહેલા નાસિકમાં રોડ શો કર્યો હતો. દરમિયાન તેઓની સાથે મહારાષ્ટ્રના CM એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ હાજર રહ્યાં હતા. રોડ શો બાદ PM મોદીએ ગોદાવરી નદીના કિનારે આવેલા રામકુંડ ખાતે પૂજા-અર્ચના કરી હતી. ત્યાર બાદ વડાપ્રધાન મોદીએ શ્રી કાલારામ મંદિરે જઇ પૂજા-અર્ચના કરી. જ્યાં તેઓએ મંજીરા વગાડી ભજનનો આનંદ ઉઠાવ્યો હતો. ત્યાર પછી PM મોદીએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Modi Cleans Nashik Temple PM Modi In Nasik PM Modi cleans Kalaram temple PM Modi in Maharashtra PM નરેન્દ્ર મોદી કાલારામ મંદિર PM Modi In Nasik

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ