બ્રેકિંગ ન્યુઝ
Divyesh
Last Updated: 02:05 PM, 4 December 2020
વેક્સીનની કિંમત મુદ્દે પીએમ મોદીનું નિવેદન
ADVERTISEMENT
પીએમ મોદીએ સર્વદળીય બેઠક બાદ વેક્સીન આપવાને લઇને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તે સાથે વેક્સીનન કિંમતને લઇને જણાવ્યું કે વેક્સીનની કિંમતને લઇને રાજય સરકારો સાથે વાતચીત ચાલુ છે. પીએમ મોદીએ વેક્સીનની કિંમતને લઇને કહ્યું કે લોકોને પરવડે તે રીતે ભાવ નક્કી કરાશે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં અન્ય દેશો કરતાં કોરોનાથી મૃત્યુદર ખૂબ નીચો છે. કોરોનાને લઇને ફેબ્રુઆરીથી ડિસેમ્બર સુધી ભારતે લાંબી યાત્ર કરી. કોરોના વેક્સીન પહેલા વૃદ્ધોને આપવામાં આવશે. કોરોના વેક્સિન માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ADVERTISEMENT
દેશમાં વકરતી કોરોનાની સ્થિતિને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સર્વદળીય બેઠક મળી. કોરોના પર ચર્ચા મુદ્દે આજે સર્વદળીય બેઠક મળી. આ બેઠકમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં થઇ રહી છે. બેઠકમાં કોરોના વેક્સિન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.
કોરોના મુદ્દે સર્વદળીય બેઠક બાદ પીએમ મોદીનું નિવેદનઃ વેક્સીન માટે લાંબો સમય રાહ નહી જોવી પડે, આગામી થોડા જ સપ્તાહોમાં જ વેક્સીન મળવાની સંભાવના#CoronavirusVaccine #CovidVaccine #coronavirus #NarendraModi @narendramodi @PMOIndia @MoHFW_INDIA pic.twitter.com/1fCtqyTlEP
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) December 4, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત રક્ષા મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ, આરોગ્ય મંત્રી હર્ષવર્ધન બેઠકમાં હાજર છે. સંસદીય મંત્રી પ્રહલાદ જોષી અને રાજ્ય મંત્રી અર્જૂન રામ મેઘવાલ પણ બેઠકમાં સામેલ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઇ રહેલી સર્વદળીય બેઠકમાં આ નેતાઓ સામેલ થયા છે. જેમાં બીજી જનતા દળના ચંદ્રશેખર સાહૂ, YSRCPથી વિજયસાઇ રેડી અને મિથુન રેડ્ડી, AIMIMમાંથી ઇમ્તિયાઝ ઝલીલ, શિવસેનામાંથી વિનાયક રાઉત, જેડીયુમાંથી આરસીપી સિંહ, કોંગ્રેસમાંથી અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ, ટીએમસીમાંથી સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ' બ્રાયન હાજર છે.
જ્યારે AIADMKમાંથી નવનીત કૃષ્ણન, DMK માંથી TRK બાલૂ અને તિરુચિ શિવા, જેડીએસમાંથી એચડી દેવગૌડા, એનસીપીમાંથી શરદ પવાર, સમાજવાદી પાર્ટીમાંથી રામ ગોપાલયાદવ, બસપામાંથી સતીશ મિશ્રા, રાષ્ટ્રિય જનતા જલમાંથી પ્રેમચંદ ગુપતા, ટીડીપીમાંથી જય ગુલ્લા, આપમાંથી સંજય સિંહ, ટીઆરએસમાંથી નાગેશ્વર રાવ, લોકજનશક્તિ પાર્ટીમાંથી ચિરાગ પાસવાન અને અકાલી દળમાંથી સુખબીર બાદલ ઉપસ્થિત રહ્યાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.