બ્રેકિંગ ન્યુઝ

logo
logo

#IPL2024Final: ફાઈનલ મેચમાં SRHએ જીત્યો ટોસ, KKR સામે પહેલા કરશે બેટિંગ

logo

રાજકોટના અગ્નિકાંડને લઇને SITની બેઠક, સુભાષ ત્રિવેદી કમિટીના સભ્યો પાસેથી પ્રાથમિક રિપોર્ટ મેળવશે

logo

રાજકોટમાં TRP ગેમઝોનમાં અગ્નિકાંડનો કેસ, 5 મૃતદહોના DNA થયા મેચ

logo

રાજકોટમાં આગની ઘટના બાદ દરેક જિલ્લામાં તંત્રની આંખો ખુલી, ગેમઝોનમાં તપાસનો ધમધમાટ શરુ

logo

રાજકોટ દુર્ઘટનામાં PM રાહત ફંડમાંથી મૃતકોના પરિજનોને 2 લાખની સહાય, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત

logo

TRP ગેમઝોનની તપાસમાં મોટો ખુલાસો, મુખ્ય માલિક રાજસ્થાનનો રાહુલ રાઠોડ હોવાનું ખુલ્યું

logo

'આ માનવ સર્જિત દુર્ઘટના..' રાજકોટ અગ્નિકાંડ ઘટના પર ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ

logo

ભાવનગરમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ શરૂ, તો સુરતમાં ફાયર NOC વગરના ગેમિંગ ઝોન ઝડપાયા

logo

રાજકોટ આગકાંડમાં નોંધાઈ ફરિયાદ, યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપી સામે નોંધાયો ગુનો

logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

VTV / pm modi addresss Webinar

પોસ્ટ બજેટ સંબોધન / 'ભવિષ્યનો વિચાર કરીને બદલી દેશની એજ્યુકેશન સિસ્ટમ'- PM મોદીએ વેબિનારમાં યુવાનોની કરી પ્રશંસા

Hiralal

Last Updated: 03:22 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'ભવિષ્યનો વિચાર કરીને બદલી દેશની એજ્યુકેશન સિસ્ટમ'- PM મોદીએ વેબિનારમાં યુવાનોની કરી પ્રશંસા

  • PM મોદીએ  બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું
  • ભવિષ્યની માંગ પ્રમાણે દેશની શિક્ષણ પ્રણાલી જીવંત કરી
  • બજેટમાં યુવાઓના ભવિષ્યને વધુ મહત્ત્વ અપાયું

PM મોદીએ  આજે  બજેટ પછીના વેબિનારને સંબોધિત કર્યું હતું. સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)એ ભવિષ્યની માંગ અનુસાર દેશની શિક્ષણ પ્રણાલીને ફરીથી જીવંત કરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી દેશના શિક્ષણ સેક્ટરમાં ફ્લેક્સીબિલિટી આવી છે. વર્ષોથી આપણું શિક્ષણ ક્ષેત્ર કઠોરતાનો શિકાર રહ્યું છે, અમે તેને બદલવાનો પ્રયાસ કર્યો છે. અમે આગામી સમયની યુવાનોની માંગની યોગ્યતા અનુસાર શિક્ષણ અને કૌશલ્યને નવેસરથી ઓપ આપ્યો છે.

અમૃત યાત્રાનું નેતૃત્વ આપણા યુવા જ કરી રહ્યા છે
પીએમ મોદીએ કહ્યું કે વિકસિત ભારતના વિઝન અંગે દેશની અમૃત યાત્રાનું નેતૃત્વ આપણા યુવા જ કરી રહ્યા છે. એટલા માટે અમૃતકાળના આ પ્રથમ બજેટમાં યુવાઓને અને તેમના ભવિષ્યને સૌથી વધુ મહત્ત્વ અપાયું છે.   

જ્ઞાનની પહોંચ સુનિશ્ચિત કરવા પર ધ્યાન 
મોદીએ કહ્યું કે આપણી શિક્ષણ પ્રણાલી વ્યવહારિક અને ઉદ્યોગલક્ષી હોવી જોઈએ. આ બજેટ તેના પાયાને મજબૂત કરે છે. નવી ટેક્નોલોજી નવા પ્રકારના કલાસરુમ નિર્માણમાં પણ મદદ કરી રહી છે. કોરોના દરમિયાન આપણે અનુભવ્યું એટલા માટે આજે સરકાર એવા ટૂલ્સ પર ફોકસ કરી રહી છે જેનાથી ક્યાંય પણ જ્ઞાનની પહોંચ સુનિશ્ચિત થઈ શકે. 

દુનિયા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જોઈ રહી છે
મોદીએ કહ્યું કે આજે દુનિયા ભારતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે જુએ છે. એટલા માટે આજે ભારતમાં રોકાણ અંગે દુનિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એવામાં સ્કિલ્ડ વર્કફોર્સ ખૂબ જ કામ લાગે છે. સરકાર એવા ઉપકરણો પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જેનાથી ગમે ત્યાં શિક્ષણ પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત થઈ શકે. આજે આપણા ઈ-લર્નિંગ પ્લેટફોર્મ પર 3 કરોડ સભ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

pm modi addresss Webinar pm modi in Webinar પીએમ મોદી ઈન વેબિનાર PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ