બ્રેકિંગ ન્યુઝ
VTV / pm kisan yojana update e kyc for next installment
Khyati
Last Updated: 02:01 PM, 8 February 2022
ADVERTISEMENT
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો 11મો હપ્તો આગામી સમયમાં જમા થશે. જેની ખેડૂતો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.પરંતુ સરકારે ઇ કેવાયસી અનિવાર્ય કરી દીધું છે. એવામાં જો ખેડતો KYC નહી કરાવે તો તેઓને આગામી હપ્તો જમા થવામાં મુશ્કેલી પડી શકે છે. મહત્વનુ છે કે પીએમ કિસાન સન્માન નિધી યોજના એ કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક છે. જેમાં સરકાર ખેડૂતોએ દર વર્ષે 6 હજાર રુપિયા સીધા ખાતામાં જમા કરે છે. જેથી ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને.
ADVERTISEMENT
ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત
અત્યાર સુધીમાં ખેડૂતોને 10 હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આગામી હપ્તો એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ખેડૂતોના બેંક ખાતામાં મોકલાશે. આ વખતે પણ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયા મોકલવામાં આવશે. જો કે આ બધાની વચ્ચે, કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા તમામ ખેડૂતો માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું હતું. જો ખેડૂતો E-KYC કરાવશે નહિ તો તેમને બે હજાર રૂપિયાનો આગામી હપ્તો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
આ રીતે ભરો e-KYC
PM કિસાન સન્માન નિધિની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર થોડી જ ક્ષણોમાં E-KYC કરી શકાય છે. વેબસાઇટ પર, તમને જમણી બાજુએ e-KYCની કોલમ દેખાશે, જ્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યારબાદ મોબાઈલ નંબર પર OTP આવશે. તમારું ઇ-કેવાયસી તેને ભરીને કરવામાં આવશે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવ્યું નથી, તેઓએ આગામી હપ્તા પહેલા તે કરાવી લેવું જોઈએ.
અત્યાર સુધીમાં સરકારે 10 હપ્તા જમા કર્યા
કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં PM કિસાન યોજનાના 10 હપ્તાઓ ખેડૂતોને ટ્રાન્સફર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 જાન્યુઆરી, 2022ના રોજ કરોડો ખેડૂતોને 10મા હપ્તાના બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે, પીએમ મોદીએ દેશભરના 10.09 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 10મો હપ્તો જાહેર કર્યો હતો. આ અવસર પર, તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરના ઘણા ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPO) સાથે પણ વાતચીત કરી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.