બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / PM Kisan nidhi scheme: farmers have to submit these documents to get the benefits

જાણી લો! / ખેડૂતોને લાગી શકે છે મોટો ઝટકો, 2000 હજારની સન્માન નિધિ માટે હવે આ શરત પૂર્ણ કરવી જરૂરી

Published By: Vaidehi

Last Updated: 05:15 PM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM કિસાન સમ્માન નિધિને લઈને મોટી અપડેટ સામે આવી છે. અધિકારી દ્વારા જણાવવામાં આવેલ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા વગર ખેડૂતોને આ યોજના અંતર્ગત મળતી રકમ મળી શકશે નહીં.

  • PM કિસાન સમ્માન નિધિને લઈને મોટી અપડેટ
  • ખેડૂતોને જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા વગર નહીં મળી શકે રકમ
  • ગામનાં VNO ને જમા કરવા પડશે આ દસ્તાવેજો

કેન્દ્ર સરકાર વર્ષ 2019માં વર્ષમાં 3 વખત દર 4 મહિના બાદ મોસમી ખેતી માટે 2000 રૂપિયા આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના આવી હતી. એટલે કે એક ખેડૂતને વર્ષમાં 6000 રૂપિયા ખેતી માટે મળે છે. શરૂઆતી સમયમાં પંચાયત સ્તર પર તપાસ કર્યા વિના ખેડૂતો પાસેથી આ માટે આવેદન લઈ લેવામાં આવ્યાં અને યોજના શરૂ કરી દેવામાં આવી પણ પાછળથી ધીરે-ધીરે તેમા તપાસ શરૂ થઈ. અને સ્થિતિ એવી બની કે આ યોજનામાં સાહિબગંજથી 70હજાર ખેડૂતોની નોંધણી થયેલી જોવા મળી પણ 66753 ખેડૂતો જ એવા હતાં કે જેમના ખાતામાં આ પૈસા જતાં હતાં.

કેન્દ્ર સરકારે તપાસ હાથ ધરી
કેન્દ્ર સરકારે વધુ તપાસ કરી અને ખાતા  તેમજ જમીનનાં અપડેટ ખેડૂતો પાસેથી માંગ્યા જેના લીધે ખોટા ખેડૂતોનો પર્દાફાશ થયો. 327 ખેડૂતો એવા મળ્યાં છે ટેક્સપેયર્સ છે. તેમને મળતી રકમ પર રોક લગાડી દેવામાં આવી. હાલની વાત કરીએ તો ગતવર્ષ ઑગસ્ટથી નવેમ્બર મહિના સુધી કેન્દ્ર સરકારે 15મો હફ્તો જાહેર કર્યો છે જેમાં 29900 ખેડૂતોને જ રકમ આપવામાં આવી છે. બાકીનાં લોકોને અપ્રૂવલ નથી મળી શક્યું.

VNOની નિમણૂક
કેન્દ્ર સરકારે PM કિસાનનો લાભ વધુમાં વધુ ખેડૂતોને મળી શકે તે માટે કૃષિ વિભાગની મદદથી ગામે-ગામ એક VNO વિલેજ નોડલ ઓફિસરની નિમણૂક કરી છે જેથી તેમના દ્વારા પરિક્ષણ કરાવીને સિંગલ વિંડો સિસ્ટમ દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ કરી શકાય. 

વધુ વાંચો: આગામી 3 દિવસ બાદ ફરી રાજ્યમાં થશે તાપમાનમાં ઘટાડો, જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી

હફ્તો મેળવવા માટે ખેડૂતોએ આટલું કરવું પડશે
ઓફિસરે કહ્યું કે "ખેડૂતોને જાગરૂતા રથનાં માધ્યમથી જાણકારી આપવામાં આવી રહી છે. શિબિરો ગોઠવીને યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. સરકાર આપકે દ્વાર કાર્યક્રમનાં માધ્યમથી નવા ખેડૂતોનાં આવેદન એકઠાં કરી રહી છે. ખેડૂતો એ અચળ સ્તર પર લેન્ડ સિડિંગ, પ્રજ્ઞા કેન્દ્રથી ઈ-કેવાયસી તેમજ બેંકનાં આધાર સિડિંગ કરાવ્યા બાદ જ ખેડૂતોના ખાતામાં રકમ જશે. ખેડૂતો વહેલામાં વહેલીતકે લેંડ સિડિંગ કરાવી લે જેથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધીમાં 16મા હફ્તા અંતર્ગત રકમ મળી શકે."

સંકળાયેલા મુદ્દાઓ

Farmers news pm kisan nidhi scheme ખેડૂતો ન્યૂઝ પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના pm kisan nidhi scheme

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ