બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pm jan dhan account is not linked from aadhar you will not get benefits of 1 lakh 30 thousand rupees

PM Jan Dhan Account / તમારું પણ છે જન ધન ખાતું તો ફટાફટ કરી લો આ કામ, નહીંતર થશે 1. 30 લાખ રૂ.નું નુકસાન, જાણો પ્રોસેસ

Bhushita

Last Updated: 08:45 AM, 3 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ જન ધન યોજના (PMJDY)ના આધારે જન ધન ખાતુ ખોલાવ્યું છે તો તમે તેને તમારા આધાર સાથે લિંક કરી લો તે જરૂરી છે નહીં તો તમને 1.30 લાખ રૂપિયાનું નુકસાન થશે.

  • જન ધન ખાતું તો ફટાફટ કરી લો આ કામ
  • નહીંતર થશે 1. 30 લાખ રૂ.નું નુકસાન
  • જન ધન ખાતાને આધાર સાથે કરાવી લો લિંક

 
જો તમે પણ તમારું જન ધન ખાતુ ખોલાવી રાખ્યું છે તો તમે તેને આજે જ આધાર સાથે લિંક કરાવી લો તે જરૂરી છે. નહીં તો તમને 1.30 લાખ રૂપિયાનું નુકસાન થશે. સરકારની તરફથી ખોલાવાયેલા આ એકાઉન્ટમાં અનેક સુવિધાઓ મળે છે. આ એકાઉન્ટમાં ઝીરો બેંક ઝીરો બેલેન્સ બચત ખાતાની સુવિધા આપે છે. તેમાં ઓવરડ્રાફ્ટ અને રૂપે કાર્ડ સહિત અનેક ખાસ સુવિધા મળે છે. તો જાણો આધારથી લિંક ન થવાથી કઈ રીતે તમને 1.30 લાખ રૂપિયાનું નુકસાન થશે. 

આ રીતે થાય છે 1.30 લાખ રૂપિયાનુ નુકસાન
તમને જણાવી દઈએ કે ગ્રાહકોના રૂપે ડેબિટ કાર્ડ આ ખાતામાં આપવામાં આવે છે. જેમાં 1 લાખ રૂપિયાનો દુર્ઘટના વીમામો મળે છે. જો તમારું ખાતું આધાર સાથે લિંક નહીં કરાવો તો તમને આ લાભ મળશે નહીં. એટલે કે સીધું તમારા ખાતાને 1 લાખ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય આ ખાતા પર તમને 30000 રૂપિયાનો એક્સીડેન્ટલ ડેથ ઈન્શ્યોરન્સ કવર પણ આ બેંક ખાતાને આધાર સાથે લિંક કરવા માટે મળે છે. તો તમે આ બંને લાભ મળીને કુલ 1.30 લાખ રૂપિયાનુ નુકસાન અટકાવવા ઈચ્છો છો તો તમારા જન ધન ખાતાને આધાર સાથે લિંક કરી લો તે જરૂરી છે. 

 


જાણો કયા ડોક્યૂમેન્ટની મદદથી બેંક જઈને કેવી રીતે ખાતાને આધાર સાથે લિંક કરાવી શકશો
જો તમે બેંક જઈને ખાતાને આધાર સાથે લિંક કરાવવા ઈચ્છો છો તો તમારે  તમારી સાથે એક આધાર કાર્ડની ફોટો કોપી અને પાસબુક લઈને જવાનું રહે છે. અનેક બેંક હવે મેસેજની મદદથી પણ ખાતાને આધાર સાથે લિંક કરી રહ્યા છે. એસબીઆઈ પોતાના ગ્રાહકોને રજિસ્ટર્ડ મોબાીલ નંબરથી મેસેજ બોક્સમાં જઈને UID<SPACE>આધાર નંબર <SPACE>ખાતાનંબર લખીને 567676 પર મોકલો. હવે બેંક ખાતું આધાર સાથે જોડાઈ જશે. ધ્યાન રાખો કે જો તમારા આધાર અને બેંકના મોબાઈલ નંબર અલગ છે તો તે લિંક થશે નહીં. આ સિવાય તમે તમારા નજીકના એટીએમની મદદથી પણ ખાતાને આધાર સાથે સરળતાથી લિંક કરી શકો છો.  

મળે છે 5000 રૂપિયાના ઓવર ડ્રાફ્ટની સુવિધા
પીએમ જન ધન એકાઉન્ટ પર ગ્રાહકોને 5000 રૂપિયાની ઓવર ડ્રાફ્ટની સુવિધા પણ મળે છે. ઓવર ડ્રાફ્ટની સુવિધાનો ફાયદો લેવા માટે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય આ એકાઉન્ટ આધાર સાથે લિંક હોય તે જરૂરી છે. આ યોજનાના આધારે પીએમ મોદીનો હેતુ દરેક પરિવારના માટે એક બેંક ખાતું ખોલવાનો હતો. જન ધન યોજનાના આધારે તમે 10 વર્ષથી નાની ઉંમરના બાળકોનું ખાતું પણ ખોલાવી શકો છો.  
 
આ ડોક્યૂમેન્ટ્સની મદદથી ખોલાવી શકશો ખાતુ
આધાર કાર્ડ કે પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ, પાન કાર્ડ, વોટર કાર્ડ, NREGA જોબ કાર્ડ, ઓથરિટિનો લેટર જેમાં નામ, સરનામુ અને આધાર નંબર લખેલો હોય. ગેઝેટેડ ઓફિસરની તરફથી જાહેર કરાયેલો લેટર જરૂરી છે.  
 

નવું ખાતું ખોલવા માટે આ કામ પણ કરવાનું રહેશે
જો તમે તમારુ નવું જન ધન ખાતું ખોલવા ઈચ્છો છો તો તમે નજીકની બેંકમાં જઈને સરળતાથી આ કામ કરી શકો છો. તેમાં બેંકમાં તમારે એક ફોર્મ ભરવાનુ રહે છે અને તેમાં નામ, મોબાઈલ નંબર, બેંક બ્રાન્ચનું નામ, અરજ દારનું સરનામુ, નોમિનિ, વ્યવસાય અને વાર્ષિક આવક કે આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ કે વોર્ડ નંબર, વિલેજ કોડ કે ટાઉન કોડની જાણકારી આપવાની રહેશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Aadhaar Card Benefits Link PM Jan Dhan Account Yojana આધાર કાર્ડ જન ધન ખાતુ ડોક્યુમેન્ટ્સ નુકસાન ફાયદો લિંક PM Jan Dhan Account
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ