બ્રેકિંગ ન્યુઝ
VTV / pm awas yojana 2022 new list how to check the name
Pravin
Last Updated: 12:11 PM, 4 June 2022
ADVERTISEMENT
દેશમાં તમામ લોકોને પોતાના ઘરનું ઘર હોય, તેના માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવી રહ્યા છે. આ યોજના અંતર્ગત તે લોકોને ઘર બનાવવા માટે રકમ આપવામાં આવે છે, જેમની પાસે પોતાનું પાક્કુ મકાન નથી. દેશના લાખો લોકો અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ ઉઠાવી ચુક્યા છે. આ સ્કીમ અંતર્ગત મેદાની વિસ્તાર માટે એક લાખ 20 હજાર તથા પહાડી વિસ્તાર માટે એક લાખ 30 હજાર રૂપિયાની રકમ આપવામાં આવે છે. જો આપે પણ પીએમ આવાસ યોજના 2022 માટે અરજી કરી છે, તો ચેક કરી લેજો, આપનું નામ આ યોજનામાં આવ્યું છે કે નહીં.
દેશભરમાં પીએમ આવાસ યોજના લાગૂ છે. આ સ્કીમ અંતર્ગત અરજી કરનારા લોકોના નામ પસંદ કરીને નવી યાદીમાં નાખી દેવામાં આવે છે. જો આપે પણ અરજી કરી હોય છો, આપ પીએમ આવાસ યોજના પોર્ટલ પર જઈને પોતાનું નામ ચેક કરી શકો છો.
ADVERTISEMENT
પીએમ આવાસ યોજના શહેરીનું લિસ્ટ આ રીતે જુઓ
જો તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની નવી યાદી જોવા માંગતા હો, તો તમે આ લિંક પર ક્લિક કરીને જોઈ શકો છો https://awaassoft.nic.in/netiay/AdvanceSearch.aspx આ લિંક પર ક્લિક કરો, આમ કરવાથી તમે સીધા જ સર્ચ મેનુમાં પહોંચી જશો. અહીં તમારે રાજ્ય, જિલ્લો, બ્લોક વગેરે જેવી તમામ પૂછવામાં આવેલી માહિતી ભરવાની રહેશે. તે પછી તમે સર્ચ બટન પર ક્લિક કરો. આ રીતે તમે પીએમ આવાસ યોજના ગ્રામીણની યાદી જોઈ શકો છો. જો તમારું નામ આ યોજનાની યાદીમાં હશે, તો જ તમે આ યોજનાનો લાભ લઈ શકશો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.