બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / Plan a Weekend at Tirupati Rushivan Adventure Park

ટ્રાવેલ / અમદાવાદ નજીક ફરવા માટે બેસ્ટ છે આ એડવેન્ચર પાર્ક, વીકેન્ડમાં કરો પ્લાન

Published By: Bhushita

Last Updated: 01:25 PM, 9 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીકેન્ડમાં ફરવા માટે બાળકો અને મોટાંઓને પસંદ આવે એવી જગ્યા હોય અને સાથે ટ્રાવેલિંગનું અંતર ઓછું હોય તો અનૂકૂળતા રહે છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદથી 74 કિમી.ના અંતરે આવેલા તિરુપતિ ઋષિવન એડવેન્ચર પાર્કની.

જો તમારે અમદાવાદની આસપાસના સ્થળે જવાનું વિચારો છો તો પ્લાન કરી લો આ સ્થળ. હિંમતનગરમાં સાબરમતીના કિનારે આવેલો આ એડવેન્ચર પાર્ક બાળકોમાં ફેવરિટ છે. આ અમ્યુઝમેન્ટ પાર્ક 150 એકરમાં ફેલાયેલો સૌથી મોટો રિસોર્ટ ગણાય છે. અહીં તમે રાઈડ્સ, કપલ એક્ટિવીટી, જંગલ સફારી, આર્ચરી, વોટરપાર્કમાં 25થી પણ વધારે રાઈડ્સની મજા અને 6ડી થિએટરની મજા માણી શકો છો. આ એડવેન્ચર પાર્કમાં ફર્યા બાદ તમે સેવન વન્ડર્સ ઓફ વર્લ્ડનો અનુભવ કરી શકો છો. 

બાળકો માટે નેચર પાર્કમાં મિની ટ્રેન પણ છે. તીરંદાજી, સ્વિંગ ચેર રેસિંગ કાર, પેરાગ્લાઈડિંગ અને હેલિકોપ્ટર રાઈડ્સ જેવી અનેક સુવિધાઓ પણ અહીં મળી રહે છે. ખાણીપીણી સાથે મસ્તી માટે આ નજીકનું બેસ્ટ પ્લેસ છે. મોટાભાગે લોકો ફિલ્મના લોકેશન માટે અને પ્રી વેડિંગ શૂટ માટે પણ તેનો લાભ લે છે. 


ફરવા માટેનો સમય - વીકેન્ડ (સવારે 8 વાગ્યાથી સાંજે 6:30 સુધી)
અમદાવાદથી અંતર - 74 કિલોમીટર
એન્ટ્રી ફી - એડલ્ટ માટે - 100 રૂ. અને 12 વર્ષથી નીચેના બાળકો માટે 70 રૂ.

ફોટો સૌજન્ય- www.tirupatirushivan.com

સંકળાયેલા મુદ્દાઓ

Adventurepark Travel Waterpark himmatnagar weekend Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ