બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / Pixel 11 vs iPhone 17: કયો ફોન જીતશે પ્રીમિયમ બેટલ?

photo-story

9 ફોટો ગેલેરી

ટેક / Pixel 11 vs iPhone 17: કયો ફોન જીતશે પ્રીમિયમ બેટલ?

Last Updated: 07:33 PM, 16 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

જો તમે Pixel 11 કે iPhone 17 લેવાનું વિચારતા હોવ તો જાણવું જરૂરી છે કે, Pixel 11 ફોટોગ્રાફી, AI અને બેટરીમાં આગળ છે, જ્યારે iPhone 17 કિંમત, પરફોર્મન્સ અને વીડિયોમાં મજબૂત છે.

1/9

photoStories-logo

1. ગૂગલ Pixel 11 સિરીઝ

ગૂગલે તાજેતરમાં પોતાની નવી Pixel 11 સિરીઝ ભારત સહિત વૈશ્વિક બજારમાં લોન્ચ કરી છે. આ સિરીઝમાં માત્ર Pixel 11 જ નહીં, પરંતુ Pixel 11 Pro, Pixel 11 Pro XL અને Pixel 11 Pro Fold પણ સામેલ છે. સ્ટાન્ડર્ડ Pixel 11નો સીધો મુકાબલો એપલના iPhone 17 સાથે થાય છે. બંને ફોન પ્રીમિયમ સેગમેન્ટમાં આવે છે, પરંતુ તેમના ફીચર્સ અને પરફોર્મન્સમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. ચાલો પહેલા કિંમતની તુલના કરીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. કિંમતમાં કોણ આગળ?

Pixel 11ની શરૂઆતની કિંમત 89,999 રૂપિયા છે, જેમાં 12GB RAM અને 256GB સ્ટોરેજનો વેરિયન્ટ મળે છે. 512GB મોડલની કિંમત ₹1,04,999 છે. તેની સામે iPhone 17નો 256GB મોડલ 82,900 રૂપિયામાં અને 512GB વેરિયન્ટ 1,02,900 રૂપિયામાં ઉપલબ્ધ છે. એટલે શરૂઆતની કિંમતના મામલે iPhone 17 હાલમાં સસ્તો વિકલ્પ બની રહ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/9

photoStories-logo

3. ડિસ્પ્લે અને ડિઝાઇનમાં કોણ બહેતર?

બંને ડિવાઇસમાં 6.3 ઇંચનીOLED ડિસ્પ્લે અને 120Hz સુધીની રિફ્રેશ રેટ મળે છે. Pixel 11માં Actua OLED પેનલ છે, જેની રિઝોલ્યુશન 1080 x 2424 પિક્સલ અને પીક બ્રાઇટનેસ 3,000 નિટ્સ સુધી પહોંચે છે. તેને Gorilla Glass Victus 2નું પ્રોટેક્શન પણ મળે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. Super Retina XDR OLED ડિસ્પ્લે

બીજી તરફ iPhone 17માં Super Retina XDR OLED ડિસ્પ્લે, ProMotion અને Always-On Displayની સુવિધા છે. તેનું Ceramic Shield 2 જૂના મોડલની સરખામણીએ વધુ સારું સ્ક્રેચ પ્રોટેક્શન આપે છે. ડિઝાઇનની વાત કરીએ તો iPhone 17 વધુ પાતળો અને હલકો છે, જ્યારે Pixel 11નું વજન થોડું વધારે 197 ગ્રામ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/9

photoStories-logo

5. પરફોર્મન્સ અને બેટરી કોની સારી?

નવા Pixel 11માં ગૂગલનું લેટેસ્ટ Tensor G6 ચિપસેટ અને Titan M3 સિક્યોરિટી કોપ્રોસેસર મળે છે. સાથે જ 4,985mAhની બેટરી છે જે 30W વાયર્ડ અને 25W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. A19 ચિપ

તેની સામે iPhone 17માં એપલનું A19 ચિપ છે. તેમાં 6-કોર CPU, 5-કોર GPU અને 16-કોર Neural Engine મળે છે. એપલના જણાવ્યા અનુસાર આ ચિપ વધુ સારી પરફોર્મન્સ અને પાવર એફિશિયન્સી આપે છે. રો પરફોર્મન્સના મામલે iPhone 17 વધુ મજબૂત લાગે છે, જ્યારે Pixel 11 મોટી બેટરી અને ઝડપી ચાર્જિંગ સાથે આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/9

photoStories-logo

7. કેમેરામાં કોનું પલડું ભારે?

કેમેરાની વાત કરીએ તો Pixel 11માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે – 48MP પ્રાઇમરી, 13MP અલ્ટ્રાવાઇડ અને 10.8MP ટેલિફોટો. ટેલિફોટો લેન્સ 5x ઓપ્ટિકલ ઝૂમ સપોર્ટ કરે છે. સેલ્ફી માટે 10.5MP કેમેરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. 48MP પ્રાઇમરી અને 48MP અલ્ટ્રાવાઇડ કેમેરા

iPhone 17માં 48MP પ્રાઇમરી અને 48MP અલ્ટ્રાવાઇડ સાથે ડ્યુઅલ કેમેરા છે. ફોનમાં 18MP ફ્રન્ટ કેમેરા અને Centre Stage ફીચર પણ મળે છે. ફોટોગ્રાફીમાં Pixel 11 વધુ વર્સેટાઇલ લાગે છે, જ્યારે વીડિઓ રેકોર્ડિંગમાં iPhone 17 વધુ સારો ઓપ્શન ગણી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

9/9

photoStories-logo

9. કયો ફોન ખરીદવો?

એકંદરે કહીએ તો જો તમારી પ્રાયોરિટી ફોટોગ્રાફી, AI ફીચર્સ, મોટી બેટરી અને વધુ કેમેરા ફ્લેક્સિબિલિટી હોય તો Pixel 11 સારો ઓપ્શન છે. જ્યારે બહેતર રો પરફોર્મન્સ, હલકી ડિઝાઇન, પાવર એફિશિયન્સી અને વીડિઓ માટે iPhone 17 વધુ યોગ્ય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

photography iPhone 17 Pixel 11 series
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ