બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:44 AM, 2 March 2026
ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે કાચા તેલની સપ્લાય પર મોટી અસર થઈ છે. એટલે બજારમાં કાચા તેલના ભાવમાં છેલ્લા ચાર વર્ષમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે સવારે જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 13 ટકા કરતાં વધુ વધી ગયા.આ વધારો સરકારની તેલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ જોવા મળ્યો છે. આજે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘા થયા છે. જો તમે તહેવારોમાં વાહનની ટાંકી ફુલ કરાવવાનો વિચાર કરી રહ્યા હોવ તો પહેલા તમારા શહેરમાં આજનો લેટેસ્ટ ભાવ ચોક્કસ તપાસી લો.
ADVERTISEMENT
ADVERTISEMENT
છેલ્લા 24 કલાકમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 13 ટકા કરતાં વધુ વધી લગભગ 82.37 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયો છે. આ છેલ્લા ચાર વર્ષમાં કાચા તેલનો સૌથી ઊંચો ભાવ માનવામાં આવે છે. ડબલ્યુટીઆઈ (WTI) ક્રૂડનો ભાવ પણ લગભગ 7 ટકા વધીને 79.34 ડોલર પ્રતિ બેરલ થઈ ગયો છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી હવે પહેલી વાર ભાવ આ સ્તર સુધી પહોંચ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ઈરાન-ઈઝરાયલની અસર થશે સોના ચાંદી પર!, આસમાને પહોંચી જશે ભાવ
ADVERTISEMENT
ADVERTISEMENT
હા, તમે તમારા શહેરમાં તમારા ઘરે બેઠા દરો જાણી શકો છો:
ઇન્ડિયન ઓઇલ: RSP <city code> લખીને 9224992249 પર મોકલો.
BPCL: RSP લખીને 9223112222 પર મોકલો.
HPCL: HP Price લખીને 9222201122 પર મોકલો.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.