બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ઈંધણના ભાવમાં 'ભડકો', ખાનગી પંપો પર પેટ્રોલ રૂ.7 અને ડીઝલ રૂ.25 મોંઘું થયું

ભારે કરી / ઈંધણના ભાવમાં 'ભડકો', ખાનગી પંપો પર પેટ્રોલ રૂ.7 અને ડીઝલ રૂ.25 મોંઘું થયું

Pravin Joshi

Last Updated: 07:44 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં અવરોધને કારણે કાચા તેલના ભાવમાં ૬૦ ટકાનો ઉછાળો આવ્યો છે. આ સ્થિતિમાં ખાનગી તેલ કંપની શેલ ઈન્ડિયાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જંગી વધારો કર્યો છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની અછત અને યુદ્ધના સંજોગોને કારણે ખાનગી ઈંધણ વિક્રેતાઓ ભારે દબાણ હેઠળ છે. બેંગલુરુમાં શેલ ઈન્ડિયાના પંપો પર હવે સામાન્ય પેટ્રોલની કિંમત 119.85 રૂપિયા અને પાવર વેરિઅન્ટની કિંમત 129.85 રૂપિયા થઈ ગઈ છે. સૌથી મોટો ફટકો ડીઝલના ભાવમાં પડ્યો છે, જ્યાં 25.01 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે. આ વધારા સાથે હવે સામાન્ય ડીઝલ 123.52 રૂપિયા અને પ્રીમિયમ ડીઝલ 133.52 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે. સ્થાનીય ટેક્સ અને પરિવહન ખર્ચને કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આ કિંમતોમાં થોડો તફાવત જોવા મળી શકે છે.

petrol-pump-simplw-2

મની કંટ્રોલના અહેવાલ મુજબ, ઈરાન યુદ્ધને કારણે તેલના પુરવઠામાં જે વિક્ષેપ પડ્યો છે તે જોતા આ કિંમતોમાં હજુ પણ વધારો થવાની પ્રબળ શક્યતા છે. નિષ્ણાતોનું અનુમાન છે કે જો સ્થિતિ વધુ વણસશે તો ડીઝલના ભાવ પ્રતિ લિટર 148 થી 165 રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખાનગી કંપનીઓની મુશ્કેલી એ છે કે જાહેર ક્ષેત્રની સરકારી કંપનીઓ (PSUs) ને સરકાર તરફથી વળતર મળે છે, જેથી તેઓ ભાવ સ્થિર રાખી શકે છે, પરંતુ ખાનગી કંપનીઓને આવું કોઈ વળતર મળતું નથી, જેના કારણે તેમને સીધો જ ભાવ વધારો કરવો પડે છે.

petrol-diseal-2

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ નાયરા એનર્જીએ પણ પોતાના 6,967 પેટ્રોલ પંપો પર પેટ્રોલના ભાવમાં 5 રૂપિયા અને ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો હતો. શેલ ઈન્ડિયાના ભારતમાં ૩૨૫ થી વધુ પંપો છે, જે મુખ્યત્વે કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત અને તેલંગાણા જેવા રાજ્યોમાં આવેલા છે. ભારત તેની તેલની જરૂરિયાતના 88 ટકા હિસ્સો આયાત કરે છે, તેથી હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ બંધ થવાથી ભારત માટે તેલનો પુરવઠો મેળવવો મુશ્કેલ અને મોંઘો બની રહ્યો છે. 8 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ બ્રેન્ટ ક્રૂડના ભાવમાં જે 60 ટકાનો ઉછાળો આવ્યો છે તે અત્યારે ભારતીય અર્થતંત્ર માટે પડકારજનક સાબિત થઈ રહ્યો છે.

આ પણ વાંચો : LPG સંકટની દેશવ્યાપી અસર, ગુજરાતથી રાજસ્થાન સુધી કામદારો રસ્તા પર

આ ભાવ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડશે, જેના કારણે જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે. ખાસ કરીને ડીઝલ મોંઘું થવાથી ટ્રક અને લોજિસ્ટિક્સ કંપનીઓનો ખર્ચ વધશે. સામાન્ય જનતા અત્યારે આશા રાખી રહી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલું આ યુદ્ધ જલ્દી શાંત થાય અને ઈંધણના ભાવ ફરીથી નિયંત્રણમાં આવે. જોકે, હાલની પરિસ્થિતિ જોતા રાહત મળવાના કોઈ સંકેતો દેખાતા નથી અને આગામી દિવસોમાં અન્ય ખાનગી કંપનીઓ પણ ભાવ વધારાની જાહેરાત કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PetrolPriceHike NayaraEnergy DieselPrice
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ