બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / People visiting Vachchraj Bet are requested not to enter the desert

જાણી લેજો / ગુજરાતની આ જાણીતી જગ્યાએ જવાનું વિચારતા હોય તો સાવધાન, તંત્રએ આપ્યું એલર્ટ, કહ્યું 3 દિવસ જતાં નહીં

Priyakant

Last Updated: 11:21 AM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Rain Forecast Latest News : આગામી 3 દિવસ વરસાદની આગાહીને પગલે વચ્છરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને રણમાં પ્રવેશ ન કરવા અનુરોધ

Surendranagar Rain Forecast : સુરેન્દ્રનગર પંથકમાં આગામી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી હોવાથી કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને રણમાં પ્રવેશ ન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. રણમાં વરસાદની સંભાવનાને પગલે લોકોએ સાવચેતી રાખી વરસાદ છે કે નહીં તેની ખાત્રી કર્યા બાદ જ રણમાં પ્રવેશ કરવાનો રહેશે. નોંધનિય છે કે, હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઇ છે. 

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહીને લઈ  કચ્છના નાના રણમાં વચ્છરાજ બેટ દાદાની જગ્યાએ આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી જણાય તો લખમણભાઈ પ્રમુખ વચ્છરાજ બેટ, મો:- 9427551454, વેલજીભાઈ ઉપપ્રમુખ વચ્છરાજ બેટ, મો:-9879123480નો સંપર્ક કરી શકાશે. આ સાથે ધ્રાંગધ્રા તરફથી આવનાર શ્રદ્ધાળુઓને રણમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી માટે ઘુડખર અભયારણ્ય વન વિભાગના હેરમા, મો:- 9409486566 અને ઝીંઝુવાડા તરફથી આવનારા શ્રદ્ધાળુઓ વિષ્ણુભાઈ, મો:-7990498884નો સંપર્ક કરી શકશે.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં કેટલાક જીલ્લાઓ પર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. 14 એપ્રિલનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે બે દિવસ બાદ રાજ્યનું મહત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે. જેથી બફારા જેવી સ્થિતિ સર્જાશે. 

વધુ વાંચો : ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી શકે, હવામાન વિભાગની સક્રિય આગાહી

આજે એટલે કે 14 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનનો પારો ગગડશે. 2 થી 3 ડીગ્રી જેટલુ તાપમાન ઘટતાં લોકોને ગરમીથી રાહત મળશે. જ્યારે 2 દિવસ બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન વધતાં લોકોને હીટવેવનો અહેસાસ થશે. હાલમાં તાપમાનનો પારો વધતાં ગરમીથી રાહત મેળવવા શક્કરટેટી અને તરબૂચનુ વેચાણ વધ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ