બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rain may hit these districts in Gujarat today

આગાહી / ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી શકે, હવામાન વિભાગની સક્રિય આગાહી

Vishal Khamar

Last Updated: 09:00 AM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં અમુક જીલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી કરી હતી. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે ગત રોજ કચ્છનાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતનાં કેટલાક જીલ્લાઓ પર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

બે દિવસ બાદ રાજ્યમાં બફારા જેવી સ્થિતિ સર્જાશે
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત સહિત ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છુટાછવાયા હળવા વરસાદની શક્યતા છે. 14 એપ્રિલનાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે બે દિવસ બાદ રાજ્યનું મહત્તમ તાપમાન બે થી ચાર ડિગ્રી જેટલો વધારો થઈ શકે છે.  જેથી બફારા જેવી સ્થિતિ સર્જાશે. 

કચ્છમાં કમોસમી વરસાદ
ગત રોજ કચ્છના ભચાઉ શહેરમાં બપોરથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો છે. ભચાઉ, ચીરઇ, ચોપડવા અને લુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યાં છે.

વધુ વાંચોઃ સુરતના વોટર પાર્કમાં પેલેસ્ટાઈન સમર્થકોનો વિવાદ, સુરક્ષાકર્મી સાથે કરી મારામારી, 15ની અટક

14 એપ્રિલે આ જિલ્લામાં વરસાદની આગાહી
જ્યારે 14 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, ગીર સોમનાથ, દાદરાનગર હવેલી અને ભાવનગરમાં હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને ગીરસોમનાથમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં આગામી 2 દિવસ સુધી વાદળછાયુ વાતાવરણ રહેતા તાપમાનનો પારો ગગડશે. 2 થી 3 ડીગ્રી જેટલુ તાપમાન ઘટતાં લોકોને ગરમીથી રાહત મળશે. જ્યારે 2 દિવસ બાદ 2 થી 4 ડીગ્રી તાપમાન વધતાં લોકોને હીટવેવનો અહેસાસ થશે. હાલમાં તાપમાનનો પારો વધતાં ગરમીથી રાહત મેળવવા શક્કરટેટી અને તરબૂચનુ વેચાણ વધ્યુ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Meteorological Department North Gujarat Unseasonal Rainfall ઉત્તર ગુજરાત કચ્છ કમોસમી વરસાદ હવામાન વિભાગ gujarat weather update
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ