બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / People of this zodiac can get success in career and business

ધર્મ / આ રાશિના જાતકોને મળશે અપાર ધન-દોલત, 12 વર્ષ બાદ બે ગ્રહોની યુતિથી બનવા જઇ રહ્યો છે 'ગજલક્ષ્મી યોગ'

Published By: Sanjay Vibhakar

Last Updated: 11:17 AM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મેથી ગુરુ, વૃષભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ સાથે શુક્ર પણ 19 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર થશે. 12 વર્ષ પછી ગુરુ અને શુક્ર એક જ રાશિમાં બિરાજમાન થશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કોઈ પણ ગ્રહનું રાશિ પરિવર્તન ગ્રહ ગોચર અને બીજા ગ્રહ સાથે મળવું એ યુતિ કહેવાય છે. એક મેથી ગુરુ, વૃષભ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ સાથે શુક્ર પણ 19 મેના રોજ વૃષભ રાશિમાં ગોચર થશે. 12 વર્ષ પછી ગુરુ અને શુક્ર એક જ રાશિમાં બિરાજમાન થશે. જેના કારણે ગજલક્ષ્મી રાજયોગ નિર્માણ થશે. જ્યારે ગુરુ અને શુક્ર એકબીજાના મધ્ય ભાવમાં અથવા પહેલા, ચોથા કે સાતમા ભાવમાં હોય છે ત્યારે ગજલક્ષ્મી યોગ નિર્માણ થાય છે. આ યોગ કેટલીક રાશિના જાતકો માટે ફાયદાકારક સાબિત થશે. ધન લાભ થવાની સંભાવના છે. આ રાશિના જાતકોને કારકિર્દીમાં અને વ્યવસાયમાં સફળતા મળી શકે છે. જાણો આ રાશિના જાતકો વિશે. 

મેષ રાશિ 
ગુરુ અને શુક્ર ગ્રહની યુતિને કારણે ગજલક્ષ્મી રાજયોગ નિર્માણ થઈ રહ્યો છે. આ રાશિના જાતકો જરૂરી નિર્ણય લઈ શકે છે. તમને જ્ઞાન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારી દરેક ઈચ્છાઓ પણ પૂર્ણ થશે. મોટા લોકો સાથે સંબંધ બનશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. તમને આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે. લગ્ન થયેલા લોકોનું લગ્ન જીવન સારું રહેશે. 

વાંચવા જેવું: ટોઇલેટમાં ફોન લઈ જવાની ટેવ હોય તો આજે જ છોડો! સાથ નહીં આપે ભાગ્ય, થઈ જશો કંગાળ

કર્ક રાશિ 
કર્ક રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ અનુકૂળ રહેશે. તમારી આવકમાં સારો એવો વધારો જોવા મળશે. તમારા જીવનના દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. આ સમયે કામને લઈને પ્રવાસ પર જવાનો યોગ બની રહ્યો છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ જોવા મળશે. જે લોકો બેરોજગાર છે, તેમને નોકરી પણ મળી શકે છે. 

સિંહ રાશિ 
આ રાશિના જાતકો માટે આ ગજલક્ષ્મી રાજયોગ ફાયદાકારક સાબિત થશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ ખાસ છે. તેમને લાભ થવાની સંભાવનાઓ છે. સામાજિક અને ધાર્મિક કામ કરવાથી તમારા માન-સમ્માનમાં વૃદ્ધિ જોવા મળશે. આ સાથે જમીન અને વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Gajalakshmi Raja Yoga zodiac signs ગજલક્ષ્મી રાજયોગ જ્યોતિષ શાસ્ત્ર ધનલાભ Astrology

Published by

Sanjay Vibhakar

Sanjay Vibhakar is a journalist with VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ