બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / People eventually lie Research Scientist John Protozoa California University Santa Barbara
ADVERTISEMENT
કેલિફોર્નિયા યુનિવર્સિટી સાન્ટા બાર્બરા (યુસીએસબી) ના વૈજ્ઞાનિક જૉન પ્રોટોજ્કોએ જણાવ્યું હતું કે, આપણે લાંબુ વિચાર્યા વગર જ ઉતાવળમાં મોટાભાગે સવાલોનો જવાબ આપીએ છીએ અને આખરે એ કેવી રીતે થાય છે તે વિશે વિચારતા પણ નથી. પરંતુ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો તે પોતે જ એક મોટો પ્રશ્ન છે. તેમણે કહ્યું કે, દબાણ હેઠળ લોકોને ખબર હોય છે કે તે જૂઠું બોલી રહ્યા છે, પરંતુ તે એ જ વાત કહે છે જે સામેવાળી વ્યક્તિ સાંભળવા માંગે છે. કારણ કે કદાચ જો તમે સાચું કહો છો, તો પછી સામેવાળી વ્યક્તિ તીવ્ર પ્રતિક્રિયા આપે અને વાત વધુ બગડે છે.
આપણા મગજમાં હંમેશાં બે પ્રકારના વિચારો આવે છે...
ADVERTISEMENT
પ્રોટોજ્કોએ કહ્યું કે, આનો અર્થ એ થાય કે આપણા મગજમાં હંમેશાં બે પ્રકારના વિચારો આવે છે. એક વિચાર ખુબ સહજ રીતે અને તરત જ આવે છે, જ્યારે બીજો તર્કસંગત હોય છે. આપણે વિચાર્યા વિના બુદ્ધિગમ્ય કે તર્કસંગત વાતો ક્યારેય નહીં કહીએ. આ અભ્યાસ સાઈકોલૉજિકલ સાયન્સ નામની જર્નલમાં પ્રકાશિત થયો છે. આ ઉપરાંત એક નવા અભ્યાસમાં એવો ખુલાસો થયો છે કે, કેટલાક વ્યવસાયોમાં લોકો જૂઠું એટલા માટે બોલે છે કેમ કે તે વ્યવસાય વિશેની ધારણા જ ખોટી બની ગઈ છે.
નોકરીઓમાં ગ્રાહકોના સંતોષ કરતા વધુ વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત...
ADVERTISEMENT
અમેરિકન શિક્ષણવિદ્ બ્રાયન સી. ગુનિયા અને એમ્મા ઇ. લેવિનને તેમના સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે, કેટલાક વ્યવસાયોમાં એવી ધારણા બની ગઈ છે કે તેમાં કામ કરનારાઓ સત્યને તોડે-મરોડે છે અને તેઓ જ આ પ્રકારની નોકરીઓ માટે શ્રેષ્ઠ હોય છે. અભ્યાસ મુજબ, જે નોકરીઓમાં ગ્રાહકોના સંતોષ કરતા વધુ વેચાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત હોય છે, તે વ્યવસાયો વિશે ખાસ કરીને આ પ્રકારની ધારણાઓ વધુ હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.