ઓટો એક્સ્પોમાં આ વખતે હોન્ડાએ એક બાઇક રજૂ કરી છે જે લોકોને ધણી ગમી રહી છે. આ બાઇકને 1833 cc એન્જિનથી સજ્જ છે અને 'ગોલ્ડ વિંગ' નામ આપવામાં આવ્યું છે. બત વર્ષે 2017ના ટોકિયો મોટર શોમાં રજૂ કરવામાં આવી હતી. સ્ટાન્ડર્ડ વિંગ બાઇકની કિંમત 26.85 લાખ રૂપિયા છે. ગોલ્ડ વિંગ બાઇકની કિંમત 28.49 લાખ રૂપિયા છે. આ નવી દિલ્હીમાં શોરૂમનો ભાવ છે.
આ બાઇકને ટૂર સ્પોર્ટ્સ વરસાદ અને ઈકોનોમી મોડમાં ચલાવી શકાય છે. એટલે આ બાઇક હવામાનની સ્થિતિના આધારે મોડ બદલી શકે છે. તેમાં LED હેડલેમ્પસ છે. વિન્ડસ્ક્રીને એડજસ્ટ પણ કરી શકાય છે. ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમ 7 ઇંચના સંપૂર્ણ રંગ TFT સાધન કન્સોલથી સજ્જ ટાયર બાઇકમાં આપવામાં આવ્યા છે.
2018 ગોલ્ડ વિંગ બાઇકમાં 6 સિલિન્ડરનું એન્જિન છે. આ એન્જિન 125 હોર્સપાવર પાવર પેદા કરે છે. તેની સાથે તે 170 ન્યૂટન મીટરનું ટોર્ક પેદા કરે છે. તેમાં 7 સ્પીડ ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન સિસ્ટમ છે. આ બાઇક આગળના વ્હીલમાં 320 mm ડ્યુઅલ ડિસ્ક અને પાછળના વ્હીલમાં એક 316 mm ડિસ્ક બ્રેકથી સજ્જ છે. આ બાઇક દિલ્હી અને મુંબઈના હોન્ડાના શોરૂમમાંથી ખરીદી શકાય છે.