બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલો, આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

મોટા સમાચાર / પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલો, આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ આપી સંતોષ માન્યો

Last Updated: 09:33 AM, 21 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની પાયલ હોસ્પિટલના સગર્ભા મહિલાઓનાં ચેકઅપની પ્રાઇવેટ ક્ષણોનાં CCTV ફૂટેજ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાઇરલ થયા હતા. ત્યારે આ ઘટનામાં આરોગ્ય વિભાગે માત્ર નોટિસ પાઠવી હતી.

પાયલ હોસ્પિટલ CCTV કાંડ મામલે ચોંકાવનારી વાત સામે આવી છે. જેમાં હોસ્પિટલના લેબર રૂમમાં સીસીટીવી રાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં નિયમ વિરુદ્ધ CCTV રાખવામાં આવ્યા હોવાનું ખુલ્યું હતું. ત્યારે આ ઘટનાને લઇ આરોગ્ય તંત્રએ માત્ર નોટિસ ફટકારીને માંગ્યો ખુલાસો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આટલી મોટી ઘટનામાં આરોગ્ય વિભાગ દ્વારા ફક્ત નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવતા તંત્રની કામગીરી પર સવાલો ઉઠ્યા છે.

કોઈ પણ કાર્યવાહી નહીં

પાયલ હોસ્પિટલ વિરુદ્ધ હજુ સુધી બેદરકાર તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે હાલ પણ પાયલ હોસ્પિટલ ચાલુ દેખાઇ હતી. ત્યારે વાઇરલ થયેલા CCTV પાયલ હોસ્પિટલના છતાં કોઈ પણ કાર્યવાહી નહીં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. જેમાં લોકો અને પીડીતો દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ તંત્ર સમક્ષ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત પાયલ હોસ્પિટલના સંચાલકોએ પણ સ્વીકાર્યું હતું કે પાસવર્ડ ખાતે છેડછાડ કરાઈ હતી. પરંતું જ્યારે પાયલ હોસ્પિટલ તંત્રએ પણ પોલીસ ફરીયાદ નોંધાવી ન હતી.

આ પણ વાંચો: કચ્છના માધાપરમાં આખલાએ વૃદ્ધને ઊંધે માથે ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ

વીડિયો વેચીને કમાણી કરતા હતા.

વધુમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ હોસ્પિટલમા મહિલાઓની સારવારના વીડિયોની આરોપીઓ ફૂટેજ મેળવીને વિવિધ લોકોને ટેલીગ્રામ મારફતે મોકલતા હતા. આરોપીઓ છેલ્લા ઘણા સમયથી મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા. ત્યાર આ ઘટનામાં તેઓએ વધારે તપાસ આદરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CCTV Footage Payal Hospital Hospital woman video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ