બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કચ્છના માધાપરમાં આખલાએ વૃદ્ધને ઊંધે માથે ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ
Last Updated: 07:07 PM, 17 February 2025
રાજ્યમાં પશુ નિયંત્રણનો કાયદો માત્ર કાગળ પર હોય તેમ વિવિધ શહેરોમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળતા લોકો ત્રસ્ત બન્યા છે. પશુ પાલકોની બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. કચ્છના માધાપરમાં રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે. આખલાએ વૃદ્ધને ઉછાળતા તે ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.
ADVERTISEMENT
ચ્છના માધાપરમાં આખલાએ વૃદ્ધને ઊંધે માથે ઉલાળ્યા, ઘટના CCTVમાં કેદ pic.twitter.com/oLBjAXIf3W
— Dinesh Chaudhary (@DineshVTVNews) February 17, 2025
રખડતા આખલાનો આતંક
ADVERTISEMENT
કચ્છના માધાપરમાં રખડતા પશુનો ત્રાસ સામે આવ્યો છે. નવાવાસ વિસ્તારમાં આખલાએ વૃદ્ધને બહુ ઉંચે સુધી ઉછાળતા તે ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં. હિચકારી ઘટનાના CCTV સામે આવ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ, ફાયર ટીમ દોડતી થઇ ગઇ, કારણ અકબંધ
ત્રાસ યથાવત, નિયમથી નિયંત્રણ?
રખડતા પશુનો ત્રાસ સતત વધ્યો છે. રખડતા પશુની અડફેટે અનેક નાગરિકો આવ્યા છે. તો કેટલાક કિસ્સામા ગંભીર ઈજા તો કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થયા છે. ત્યારે કચ્છના માધાપરમાં વૃદ્ધને ઉછાળી ઉછાળીને આખલાએ માર માર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.