બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / pay and park under 14 overbridge of ahmedabad

અમદાવાદ / પાર્કિગની સમસ્યાનો આવશે ઉકેલ, આ 14 ઓવરબ્રિજ નીચે મનપા બનાવશે પે એન્ડ પાર્ક

Kavan

Last Updated: 07:02 PM, 25 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શહેરમાં વિકાસની હરણફાળ સાથે વાહનોની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. વાહનોની સંખ્યામાં સતત થઇ રહેલા વધારાને કારણે શહેરમાં પાર્કિગની પણ સમસ્યા વધી છે. ત્યારે આ સમસ્યાના નિવારણ માટે હવે કોર્પોરેશન શહેરના વિવિધ 14 રેલવે અને ફ્લાય ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કની સુવિધા ઉભી કરશે. જેના માટે ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.

  • શહેરમાં વધતી જતી પાર્કિગની સમસ્યાને મનપાએ શોધ્યો ઉકેલ
  • અમદાવાદમાં 14 14 બ્રિજ નીચે બનશે પે એન્ડ પાર્કની સગવડ
  • મનપાએ કેટલીક શરતો રાખી બહાર પાડ્યા ટેન્ડર

નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાર્કિગ માટેના ચાર્જ પણ નક્કી કરી લેવામાં આવ્યા છે. જેમાં શરૂઆતની બે કલાક માટે ટૂ વ્હીલરના 5, ફોર વ્હીલરના 15, મધ્યમ માલવાહક વાહન માટે 50 અને ભારે માલવાહક વાહન માટે 75 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવેલ છે. 14 બ્રિજ નીચે કુલ 6,484 ટૂ વ્હીલર અને 763 ફોર વ્હીલર પાર્ક કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

મનપા દ્વારા પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પડાયા 

આપને જણાવી દઇએ કે, અમદાવાદ મનપા દ્વારા શહેરના 14 બ્રિજની નીચે રેવન્યુ શેરિંગ બેઝીઝના ધોરણે પે એન્ડ પાર્ક માટે ટેન્ડર બહાર પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલીક શરતો પણ નક્કી કરવામાં આવેલી છે. 

ટ્રાફિકના દ્રશ્યો 

ટેન્ડરમાં નક્કી કરાઇ શરતો 

ટેન્ડરમાં રાખવામાં આવેલી શરતો પ્રમાણે પાર્કિંગની જગ્યા પર રાખવામાં આવતા કર્મચારીને ઓળખપત્ર આપવાનું રહેશે. પાર્કિંગની કુલ જગ્યામાંથી 40 ટકા જગ્યા પાર્કિંગ પરમીટ માટે ફાળવવાની રહેશે. તે જગ્યામાં પ્રવર્તમાન દરના 12 કલાકના લેખે પાર્કિંગ પરમીટ આપવાની રહેશે. 

અમદાવાદના આ 14 ઓવરબ્રિજ નીચે બનશે પે એન્ડ પાર્કની સગવડ

જગ્યા ટૂ વ્હીલર ફોર વ્હીલર
સોલા રેલવે ઓવરબ્રિજ 84 42
ગોતા રેલવે ઓવરબ્રિજ 230 48
હેલ્મેટ ઓવરબ્રિજ 240 28
આંબેડકર બ્રિજ 0 14
રાણીપ રેલવે ઓવરબ્રિજ 310 111
ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ 852 156
AEC ફ્લાય ઓવરબ્રિજ 570 105
ઠક્કરબાપાનગર ઓવરબ્રિજ 500 0
બાપુનગર ઓવરબ્રિજ 1500 0
CTM ઓવરબ્રિજ 476 25
ઇસનપુરબ્રિજ 190 17
ગુરુજી બ્રિજ 104 0
સોનીની ચાલી ઓવરબ્રિજ 195 20
હાટકેશ્વર બ્રિજ 355 70
જશોદાનગર ઓવરબ્રિજ 235 10
શિવરંજની બ્રિજ 643 117
કુલ 6,484 763
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ