બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / pavagadh mahakali mandir mahmud begada the poison sultan of gujarat know more

OMG / ગુજરાતનો એ ઝેરીલો બાદશાહ જેની સાથે સંબંધ બનાવનારી મહિલાનું મોત હતું નક્કી, પાવાગઢ સાથે કનેક્શન

Arohi

Last Updated: 02:12 PM, 20 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહમૂદ બેગડા ગુજરાતના છઠ્ઠા સુલ્તાન હતા. તેમનું આખુ નામ અબુલ ફત નાસિર-ઉદ-દીન મહમૂદ શાહ પ્રથમ હતું. 13 વર્ષની ઉંમરમાં ગાદી પર બેઠા અને 52 વર્ષ સુધી રાજ કર્યું.

  • ગુજરાતમાં હતો ઝેરીલો બાદશાહ 
  • તેની સાથે સંબંધ બનાવનાર મહિલાનું થતુ મોત 
  • જાણો પાવાગઢ સાથે શું છે કનેક્શન 

PM મોદીએ શનિવારે ગુજરાતના પાવાગઢમાં કાલિકા માતા મંદિરમાં 500 વર્ષ બાદ ધ્વજ ફરકાવ્યો. મૂળ મંદિર 11મી સદીમાં બન્યું હતું. 15મી સદીમાં તેના શિખરને ગુજરાતના સુલ્તાન રહે મહમૂદ બેગડાએ નષ્ટ કરી દીધુ હતું.  મંદિરની ઉપર પીર સદનશાહની દરગાડ બનાવી દીધી હતી. મહમૂદ બેગડાને ઝેરીલો સુલ્તાન પણ કહેવામાં આવતો હતો. 

મહમૂદ બેગડા યુદ્ધ જીત્યા બાદ રાજાનઓને ઈસ્લામ કુબુલ કરાવતા હતા 
મહમૂદ બેગડા ગુજરાતના છઠ્ઠા સુલ્તાન હતા. તેમનું આખુ નામ અબુલ ફત નાસિર-ઉદ-દીન મહમૂદ શાહ પ્રથમ હતું. 13 વર્ષની ઉંમરમાં ગાદી પર બેઠા અને 52 વર્ષ સુધી રાજ કર્યું. કટ્ટર ઈસ્લામી શાસર બેગડા ઝહેર ખાવા અને રાક્ષસી ભોજન માટે કુખ્યાત હતા. 

બેગડા ગુજરાતના સૌથી શક્તિશાળી શાસકોમાંથી એક હતો. ખૂબ ઓછા સમયમાં જૂનાગઢ અને પાવાગઢ જેવા વિસ્તારો પર તેમણે કબજો કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે જીત મેળવવા પર બંદી રાજા પાસે તે ઈસ્લામ કબૂલ કરાવતા હતો અને ઈનકાર કરવા પર તેમને મોતને ઘાટ ઉતારી દેતા હતા.  

1472માં બેગડાએ દ્વારકા મંદિરને તોડવાના આદેશ આપ્યા હતા 
બેગડા પર પોતાના શાસનમાં પાવાગઢ પહાડ પર સ્થિત મહાકાળી મંદિર અને દ્વારકા મંદિરને તોડવાના આરોપ છે. 1472માં બેગડાએ જ દ્વારકા મંદિરને તોડવાના આદેશ આપ્યા હતા. જેથી લોકોની આસ્થા હિંદૂ ભગવાનથી ઓછી થઈ જાય. જોકે 15મી સદીમાં તેને ફરી વખત બનાવવામાં આવ્યા હતા. 

મહમૂદને બેગડાની ઉપાધિ ગિરનાર જૂનાગઢ અને ચમ્પાનેરના કિલોને જીત્યા બાદ મળી હતી. તેમના રાજમાં તેમના અરબી-ગ્રંથોનો ફારસીમાં અનુસવાદ કરવામાં આવ્યો. તેમનો દરબારી કવિ ઉદયરાજ હતો. જે સંસ્કૃતના કવિ હતા. 

બેગડાના આખા શરીરમાં ઝેર હતું
પોર્ટુગીઝ પ્રવાસી બાબોસા મહમૂદ બેગડાના શાસન દરમિયાન ગુજરાતમાં આવ્યો હતો. બાબોસા તેમના પુસ્તક 'ધ બુક ઓફ ડ્યુરેટે બાબોસા વોલ્યૂમ 1' માં લખે છે કે બેગડાને બાળપણથી જ ઝેર સાથે ઉછેરવામાં આવ્યો હતો. કારણ કે તેના પિતા ઈચ્છતા ન હતા કે કોઈ તેને ઝેરથી મારી નાખે.

ખોરાકની સાથે થોડુ થોડુ ઝેર આપવામાં આવતુ
બાળપણમાં બેગડાને ખોરાકની સાથે થોડી માત્રામાં ઝેર આપવામાં આવતું હતું, જેથી તેને નુકસાન ન થાય. બાદમાં બેગડાનું આખું શરીર ઝેરી બની ગયું હતું. તે દરમિયાન માખી બેગડાના શરીર પર બેસીને જ મરી જતી. તેની સાથે સેક્સ કરતી છોકરીઓ અને મહિલાઓ પણ મરી જતી.

ઇટાલિયન યાત્રી લુડોવિકો ડી વર્થેમાના પુસ્તક 'ઇટીનેરારિયો ડી લુડોઇકો ડી વર્થેમા બોલોગ્નીઝ'માં ઝેરની બાબતનો ઉલ્લેખ છે. વર્થેમા લખે છે કે જ્યારે પણ બેગડાને કોઈની હત્યા કરવી પડતી ત્યારે તે વ્યક્તિના કપડા ઉતારીને તે વ્યક્તિની સામે સોપારી ખાતો અને થોડીવાર પછી તે વ્યક્તિ પર થૂંકતો. અડધા કલાક પછી તે વ્યક્તિનું મોત થઈ જતું હતું. 

મૂછોને સાફાની જેમ માથા પર બાંધતા હતા 
બેગડાની મૂછની પણ ખૂબ ચર્ચામાં હતી. પોર્ટુગીઝ પ્રવાસીઓ કહેતા હતા કે મૂછ એટલી લાંબી અને રેશમી હતી કે તે તેને માથા પર સાફાની જેમ બાંધતો હતો. રાજાના કમર સુધી લહેરાતી દાઢીને ખૂબ સારી માનતા હતા. તેમના મંત્રિમંડળમાં ઘણા એવા લોકો હતા, જેમની દાઢી અને મૂછ ખૂબ લાંબી હતી.

કહેવાય છે કે મહમૂદ બેગડાની ભૂખ રાક્ષસી હતી. તે દિવસમાં 35 કિલો ભોજન ખાતા હતા. તેમાં મિઠાઈ, ગળ્યા ભાત,મધ અને માખણ હોતા હતા. બેગડા એક દિવસમાં 12 ડઝનથી વધારે કેળા ખાઈ જતા હતા. 

સંકળાયેલા મુદ્દાઓ

Pavagadh mahakali mandir mahmud begada poison sultan પાવાગઢ મહમૂદ બેગડા મહાકાળી મંદિર mahmud begada
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ