બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / pathan song besharam rang bhagwa bikini controversy group recreation video viral

વાયરલ / લાયા લાયા નવું: દિપીકાના બેશરમ રંગનું દેશી વર્ઝન, જોઈને દાંત કાઢીને લોટપોટ થઈ જશો

Premal

Last Updated: 08:25 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પઠાણ ફિલ્મનુ ગીત બેશરમ રંગ જ્યારથી રીલીઝ થયુ છે, ત્યારથી સોશિયલ મીડિયામાં હોબાળો થયો છે. ગીતને જેટલુ વધુ પસંદ કરવામાં આવ્યું છે, તેટલી જ તેની ટીકા કરાઈ રહી છે. ગીતને કેટલાંક લોકોએ એ રીતે રીક્રિએટ કર્યુ છે કે વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

  • દીપિકાનુ 'બેશરમ રંગ'નુ દેશી વર્ઝન તમે જોયુ?
  • વીડિયો જોઈને તમે હાસ્ય રોકી નહીં શકો
  • નદી કિનારે ડાન્સ કરી રહ્યાં છે યુવકો 

વીડિયો તમે હસીહસીને લોટપોટ થઇ જશો 

આ વીડિયો જોઈને તમે હસીહસીને લોટપોટ થઇ જશો. વાયરલ થયેલા આ વીડિયોએ પઠાણ ફિલ્મના ગીત બેશરમ રંગ પર છેડાયેલા તમામ વિવાદોનો ઉકેલ શોધી કાઢ્યો છે. કોઈ ભગવા કપડા નથી, કોઈ લક્ઝરી ખર્ચા નથી, કોઈ બળજબરીપૂર્વક ફિટ કરવામાં આવતુ ગ્રાફિક્સ નથી. સિમ્પલ અને નેચરલ રીતે દર્શાવવામાં આવેલા બેશરમ રંગ ગીતના આ વર્ઝનને નિર્માતા અને દુનિયાની તમામ દુવિધાઓને સમાપ્ત કરી દીધી છે. 

નદી કિનારે ડાન્સ કરતા યુવકો 

ડાન્સ કરી રહેલા યુવકોએ બેશરમ રંગ ગીતની દરેક ડિટેલિંગને નોટ કરી છે. દીપિકા પાદુકોણના સિઝલિંગ અવતારથી લઇને તેના ડાન્સ સ્ટેપને યુવકોએ ફરીથી ક્રિએટ કર્યા. વીડિયોમાં તમે જોઇ શકો છો કે કેવીરીતે અમુક યુવકો નદી કિનારે પઠાણના ગીત પર ડાન્સ કરી રહ્યાં છે. અંડરગારમેન્ટ્સ અને લુંગીને બિકિનીની જેમ રજૂ કરીને દીપિકાના દરેક ડાન્સ સ્ટેપને રીક્રિએટ કર્યા છે. તો અમુક યુવકો દીપિકા બનેલા એક યુવકની પાછળ પોતપોતાની દુનિયામાં મગ્ન થઇને બેકગ્રાઉન્ડ ડાન્સરની કમીને પૂરી કરી રહ્યાં છે.

વીડિયો શેર કરીને આપ્યું કેપ્શન 

ટ્વિટર પર વીડિયો શેર કરીને કેપ્શન આપવામાં આવ્યું, બેશરમ રંગનુ એક નવુ વર્ઝન રીલીઝ કરવામાં આવ્યું છે. કારણકે કોઈના સેન્ટીમેન્ટ્સને દુ:ખ ના પહોંચે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ