બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Parking charges hiked for World Cup in Ahmedabad: Now two-wheeler-four-wheeler will have to pay this much rupees

ICC World Cup 2023 / અમદાવાદમાં વર્લ્ડકપ નિમિત્તે પાર્કિંગ ચાર્જમાં વધારો: હવે ટુવ્હીલર-ફોર વ્હીલર માટે ચૂકવવા પડશે આટલાં રૂપિયા, જાણો

Malay

Last Updated: 11:28 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: વર્લ્ડ કપનો પ્રારંભ 5 ઓક્ટબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી થશે, આ વખતે 5 મેચ અમદાવાદમાં રમાશે, વર્લ્ડકપ મેચ માટે ખાનગી પાર્કિગ ચાર્જમાં રૂ.50નો વધારો.

  • અમદાવાદ વર્લ્ડકપ મેચ માટે પાર્કિંગ ચાર્જમાં વધારો 
  • ખાનગી પાર્કિગ ચાર્જમાં રૂ.50નો વધારો 
  • ટૂ-વ્હીલરના રૂ.100 અને કારના રૂ.250 ચૂકવવા પડશે 

Ahmedabad News: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં માત્ર બે દિવસ બાકી છે. આ વખતે વર્લ્ડકપ 5 ઓક્ટોબરથી લઈને 19 નવેમ્બર સુધી ભારતની ધરતી પર રમાવાનો છે. પહેલીવાર આવું થઈ રહ્યું છે જ્યારે ભારત એકલા વર્લ્ડ કપની મેજબાની કરવા જઈ રહ્યું છે. આ પહેલા ભારતે 1987 ,1996 અને 2011ના વર્લ્ડ કપની સંયુક્ત મેજબાની કરી હતી. વર્લ્ડ કપ 2023માં કુલ 10 ટીમો ભાગ લેવા જઈ રહી છે. તેમાંથી 8 ટીમોને ડાયરેક્ટ એન્ટ્રી મળી છે, જ્યારે શ્રીલંકા અને નેધરલેન્ડે વર્લ્ડ કપ ક્વોલિફાયર દ્વારા આ મેગા ઇવેન્ટ માટે સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ કપ માટેની તમામ ટીમોની સ્ક્વોડ પણ ફાઈનલ થઈ ચૂકી છે. 

ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો 
અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપની ફાઈનલ સહિત 5 મેચો રમાશે. ત્યારે અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે વાહનોના પાર્કિગ ચાર્જમાં વધારો થયો છે. ખાનગી પાર્કિંગ ચાર્જમાં રૂ.50નો વધારો કરાયો છે.  વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. 

પાર્કિંગની કરાઈ છે વ્યવસ્થા 
ક્રિકેટના મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો સાથે મેચ જોવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચશે. ત્યારે દર્શકોને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે તમામ તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. 

15 પાર્કિંગ પ્લોટ ભાડે રખાયા
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે.   આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15,000 ટુ-વ્હીલર અને 7,250 જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...

પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ 
અમદાવાદમાં વર્લ્ડ કપ મેચ માટે ખાનગી પાર્કિંગ ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે. વાહન પાર્કિંગ માટે લોકોએ ટુ-વ્હીલર માટે રૂપિયા 100 અને ફોર-વ્હીલર માટે રૂપિયા 250 ચાર્જ ચૂકવવાનો રહેશે. પાર્કિગ માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે.  વાહનચાલકો Show My Parking નામની એપ્લિકેશન મારફતે ઓનલાઈન પાર્કિંગ બુક કરાવી શકે છે.  આપને જણાવી દઈએ કે, પહેલા ખાનગી પાર્કિંગ પ્લોટમાં પાર્કિગ ચાર્જ ટુ વ્હીલરના રૂ.50 અને કારના રૂ.200 હતા. 

અમદાવાદમાં કઈ તારીખે રમાશે મેચ?
- 5 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ Vs ન્યૂઝીલેન્ડ 
- 14 ઓક્ટોબર - ભારત Vs પાકિસ્તાન 
- 4 નવેમ્બર - ઓસ્ટ્રેલિયા Vs ઈંગ્લેન્ડ 
- 10 નવેમ્બર - અફઘાનિસ્તાન Vs દ.આફ્રિકા 
- 19 નવેમ્બર - વર્લ્ડ કપ ફાઈનલ 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ