બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓ પર પૈસાનો વરસાદ! સરકારે કરી ઈનામી રકમની જાહેરાત
Last Updated: 08:51 AM, 11 September 2024
પેરિસ પેરાલિમ્પિક્સ 2024 માં ભારતનું પ્રદર્શન ખૂબ જ શાનદાર રહ્યું છે અને ભારતીય ખેલાડીઓએ રેકોર્ડ મેડલ જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. ભારતીય ટીમે આ પેરાલિમ્પિકમાં કુલ 29 મેડલ જીત્યા અને પેરાલિમ્પિક ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. આ પછી હવે સરકારે પણ આગળ વધીને મેડલ જીતનાર ખેલાડીઓ માટે ઈનામની રકમની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
Google India's Edit for Paralympics Medalist 🎖️ pic.twitter.com/TCzpIZoiAr
— The Khel India (@TheKhelIndia) September 10, 2024
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે પેરાલિમ્પિક મેડલ વિજેતાઓના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં ઈનામની રકમની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે સરકારે ગોલ્ડ મેડલ વિજેતાઓને 75 લાખ રૂપિયા, સિલ્વર મેડલ વિજેતાઓને 50 લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓને 30 લાખ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
ADVERTISEMENT
#Paralympics2024 में अपने उत्कृष्ट प्रदर्शन से हम सभी को गौरव के अनेकों क्षण प्रदान करने वाले हमारे पैरा एथलीटस् व उनके प्रशिक्षकों के स्वदेश लौटने पर उनसे मुलाकात कर उन्हें बधाई व शुभकामनाएं दी।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 10, 2024
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का खेलों के प्रति सकारात्मक दृष्टिकोण का… pic.twitter.com/4TKqG5I4hH
આગળ તેમણે કહ્યું કે 'તીરંદાજ શીતલ દેવી જેવા મિશ્ર ટીમ ઈવેન્ટમાં મેડલ જીતનાર ખેલાડીઓને વધારાના 22.5 લાખ રૂપિયા આપવામાં આવશે.સાથે જ એમને 2028 લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા-એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું.
કેન્દ્રીય રમતગમત મંત્રીએ કહ્યું કે , "દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. 2016માં 4 મેડલથી આગળ વધીને, ભારતે ટોક્યોમાં 19 મેડલ અને પેરિસમાં 29 મેડલ જીત્યા અને 18મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા ખેલાડીઓને શુભેચ્છા પાઠવીએ છીએ."
જાણીતું છે કે ભારતે પેરિસ પેરાલિમ્પિક્સમાં કુલ 29 મેડલ જીત્યા અને 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 13 બ્રોન્ઝ સાથે 18મું સ્થાન મેળવ્યું. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં આ દેશનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં 19 મેડલ જીત્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.