બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Parineeti Chopra and Raghav Chadha's roka done. Couple to get married this October

ચાહકો ચોંક્યાં / પરિણીતી બનાવી ગઈ, રાઘવ ચઢ્ઢા સાથે છાનામાના કરી લીધી સગાઈ, આ દિવસે લગ્ન પણ ગોઠવી દીધાં

Hiralal

Last Updated: 07:55 PM, 20 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે ખાનગીમાં સગાઈ કરી હોવાનો મીડિયામાં રિપોર્ટ આવ્યો છે.

  • પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ કરી લીધી હોવાનો મોટો દાવો
  • બન્નેએ ખાનગીમાં કરી લીધી સગાઈ
  • ઓક્ટોબરમાં લગ્ન કરી લેશે તેવો પણ રિપોર્ટ 

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા આપના સાંસદ રાઘવ ચઢ્ઢાને ડેટ કરી રહી હોવાના અહેવાલ છે. રાઘવ અને પરિણીતી એક વાર નહીં પરંતુ ઘણી વખત સાથે જોવા મળ્યા છે. ક્યારેક એરપોર્ટ પર મીટિંગ તો ક્યારેક ડિનર ડેટ પર જતા હોય છે. આ જ કારણ છે કે મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. એક તરફ બંનેના ડેટિંગના સમાચારોની પુષ્ટિ થઈ નથી. તો બીજી તરફ રાઘવ અને પરિણીતીની સગાઈ થઈ ગઈ હોવાની પણ માહિતી મળી છે. 

લગ્ન ક્યારે થશે?
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાઘવ અને પરિણીતીએ એકદમ ખાનગીમાં સગાઈ કરી લીધી છે અને સગાઈ કરીને પોતપોતાના કામમાં પણ લાગી ગયાં છે. તેમની સગાઈમાં પરિવારના કેટલાક સભ્યો જ સામેલ હતા. આ સમયે બંને પોતપોતાનાં કામોમાં વ્યસ્ત હોવાનું પણ સૂત્રે કહ્યું હતું. બંનેએ ઓક્ટોબર મહિના સુધીમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. 

પ્રિયંકા ચોપરાની હાજરીમાં યોજાશે લગ્ન 
રસપ્રદ વાત એ છે કે, પરિણિતીની કઝિન પ્રિયંકા ચોપરા ઓક્ટોબર મહિનામાં ભારતની મુલાકાતે આવવાની છે.  જિયો મામી ફિલ્મ ફેસ્ટિવલ આ વર્ષે 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન યોજાવા જઇ રહ્યો છે અને પ્રિયંકા ચોપરા આ ફિલ્મ ફેસ્ટિવલની ચેરપર્સન છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા તેની બહેન પરિણીતીના લગ્નમાં હાજરી આપી શકે છે. જોકે તેમની સગાઈ પર સત્તાવાર રીતે કંઈ કહેવામાં નથી આવ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ