બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / Palitana incident echoes in Surendranagar, Jain Samaj takes out massive rally with slogans, submits petition to Collector

આવેદનપત્ર / પાલીતાણાની ઘટનાના આણંદ અને સુરેન્દ્રનગરમાં પડઘા, જૈન સમાજે સૂત્રોચ્ચાર સાથે કાઢી જંગી રેલી, કલેક્ટરને સોંપ્યુ આવેદનપત્ર

Vishal Khamar

Last Updated: 09:51 PM, 20 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલીતાણામાં અસામાજિક તત્વોના ત્રાસ મામલે અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે પાલીતાણાની ઘટના મુદ્દે આણંદમાં રેલી યોજાઈ હતી.

  • પાલીતાણામાં અસામાજિક તત્વોના ત્રાસનો મામલો
  • આણંદ વિદ્યાનગર જૈન સમાજે રેલી યોજીને નોંધાવ્યો વિરોધ
  • જૈન સમાજે રેલી યોજીને કલેક્ટરને સોંપ્યુ આવેદપત્ર

પાલીતાણામાં અસામાજિક તત્વોના ત્રાસ મામલે અનેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે. ત્યારે પાલીતાણાની ઘટના મુદ્દે આણંદમાં રેલી યોજાઈ હતી. જૈન સમાજે આણંદ વિદ્યાનગર ખાતેથી રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો. જૈન સમાજે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહિ કરવાની માંગ કરી હતી.

પાલિતાણાના શેત્રુંજય તીર્થ ખાતે આવેલા ગિરિરાજ પર્વતની તળેટીમાં અસામાજીક તત્વો દ્વારા તોડફોડ અને નુકસાન મામલે સુરેન્દ્રનગરમાં વિશાળ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો.. પાલિતાણામાં તોડફોડથી રોષે ભરાયેલા જૈન સમાજે તમામ કામધંધા બંધ રાખી વિશાળ રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. પ્રદેશ ભાજપ ઉપ-પ્રમુખ વર્ષાબેન દોશી સહિતના આગેવાનો દ્વારા વિશાળ રેલી યોજીને ગિરીપર્વત પર દબાણો હટાવી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને રજુઆત પણ કરી હતી.

25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલી યોજવામાં આવશે

જૈનોના પવિત્ર તિર્થ શેત્રુંજય પર્વત પરના સુરજકુંડ ખાતે આણંદજી કલ્યાણજી પેઢીએ લગાડેલા બોર્ડ અને CCTV કેમેરાના થાંભલાને તોડફોડ કરાતા જૈન સમાજમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો છે. પાલિતાણાના તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડને લઈ વિવાદ વકર્યો છે. આજે સમગ્ર દેશના જૈન સમુદાયના આગેવાનો રેલી યોજીને વિરોધ કરશે. સાથે જ મુંબઈ, મદ્રાસ, સુરત, વડોદરા અને અમદાવાદના જૈન આગેવાનો દાદા સાહેબ મંદિર ખાતે પહોંચશે. ભાવનગરનો જૈન સમાજ પણ વાહનો સાથે દાદા સાહેબ ખાતે પહોંચશે. આગામી 25 ડિસેમ્બરે અમદાવાદમાં વિશાળ રેલી યોજવામાં આવશે. 

પાલીતાણામાં આવારાતત્વો દ્વારા જૈન મંદિરોમાં અને સાધુ ભગવંતોના મંદિરોમાં તોડફોડ કરી હિંદુ અને જૈન વચ્ચે વૈયમનષ્ય ઊભું થાય તેવુ કૃત્ય કરી રહ્યા છે. તેના વિરોધમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો પાલીતાણા ખાતે ઉમટી પડ્યા હતા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આવારાતત્વોને કાયદાના પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી.

10,000થી વધુ યુવાઓ રેલીમાં જોડાયા
ભાવનગરના પાલિતાણામાં નિલકંઠ મંદિરનો વિવાદ  વધુ એક વખત વકર્યો છે. પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે મંદિર મામલે વિવાદ જોવા મળી રહ્યો છે. ત્યારબાદ મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પૂજારી અને તેના સાગરીતો દ્વારા તોડફોડ કરાઈ હોવાનું બહાર આવતા જૈન સમાજ રોષે ભરાયો છે. આ મામલે આજે પાલીતાણા તળેટી ખાતે દેશભરના જૈન સમાજના અગ્રણી અને સંસ્થાઓએ વિરોધ અર્થે પાલીતાણા પહોંચ્યા હતા તળેટી ખાતે જૈન સમાજની ભવ્ય ધર્મ સભા પણ યોજાઇ હતી. જેમાં જૈન આચાર્ય દ્વારા ધર્મનો ઉદ્દેશ આપ્યો હતો. ત્યારબાદ નીલકંઠ મંદિરના ચાલતા વિવાદને લઈ ભવ્ય રેલી યોજાઈ હતી જેમાં 10,000થી વધુ યુવાઓ રેલીમાં જોડાયા હતા.

સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ

શેત્રુંજી મહાતીર્થ રક્ષા સમિતિના પ્રવક્તા અભય ભાઈ શાહના જણાવ્યા અનુસાર પાલીતાણામાં ગીરીરાજ પર્વત ઉપર આમ તો સદીઓથી જૈન દેરાસરો પણ આવેલા છે અને નીલકંઠ મહાદેવનું મંદિર પણ આવેલું છે પરંતુ તાજેતરમાં આણંદથી કલ્યાણજી પેઢી દ્વારા આ મંદિરનો કબજો લઈ પોતાનો પુજારી અને ચોકીદાર નક્કી કરતા હિન્દુ સંગઠનોમાં પણ જૈન સમાજ સામે રોષ જોવા મળ્યો છે. પાલીતાણામાં ઊભા થયેલા આ વિવાદ બાદ સરકારે બે ધારાસભ્યોને લઈને તપાસ કરવા જણાવ્યુ અને આ પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામાં કામગીરી સોંપી છે. બીજી તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાવનગરના આઈ જી અને એસપી સહિતના અધિકારીઓને પણ આ મામલે તપાસ કરવા આદેશ કર્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ