બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Palghar Maharashtra Murder: Manohar husband killed his girlfriend named Naina and then diposed the body in Gujarat Vapi
ADVERTISEMENT
મહારાષ્ટ્રનાં પાલઘર જિલ્લામાં એક વ્યક્તિએ કથિત ધોરણે પોતાની ગર્લફ્રેન્ડનું મર્ડર કરી દીધું. આ કામમાં તેની પત્નીએ પણ તેનો સાથ આપ્યો હતો. બંને મળીને શવને 150 કિમી દૂર ગુજરાત લઈ આવ્યાં અને શવને ઠેકાણે લગાડ્યું. પરંતુ ગુનેગારનો ગુનો પકડાઈ ગયો! પાલઘર પોલીસે બંને પતિ-પત્નીની ધરપકડ કરી લીધી. જાણો સમગ્ર મામલો.
ગર્લફ્રેન્ડથી લગ્નની વાત છૂપાવી
મીડિયા રિપોર્ટ અનુસાર આ સમગ્ર મામલો પાલઘર જિલ્લાનાં નાયગાંવ વિસ્તારનો છે. 28 વર્ષની મૃતકા નયના મહત ફિલ્મ ઈંડસ્ટ્રીમાં મેકઅપ આર્ટિસ્ટ હતી. આરોપી મનોહર શુક્લા કોસ્ટ્યૂમ ડિઝાઈનર હતાં. પોલીસ અનુસાર બંને 5 વર્ષોથી સંબંધમાં હતાં. પરંતુ 2018માં મનોહરે પૂર્ણિમા નામની અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધાં. લગ્નની વાત મનોહરે નયનાથી છૂપાવી. ઑગસ્ટ 2019માં જ્યારે નયનાને લગ્નની ખબર પડી ત્યારે બંને વચ્ચે વિવાદ થયો જે બાદ નયનાએ તેની સામે વાલીવ પોલીસ સ્ટેશનમાં રેપ અને લૂટનો મામલો નોંધાવ્યો.
ADVERTISEMENT
નયનાનું મર્ડર શા માટે કર્યું?
પોલીસ અનુસાર આ બાદ મનોહર, કેસ પાછો ખેંચવા માટે નયના પર દબાણ કરી રહ્યો હતો. 9 ઑગસ્ટ 2023માં નયનાનો ફોન અચાનક બંધ થઈ ગયો. ઘણા દિવસો સુધી કંઈ માહિતી ન મળતાં તેની મોટી બહેન જયા મહતે 14 ઑગસ્ટનાં નાયગાંવ પોલીસ સ્ટેશનમાં નયનાનાં ગુમ થવાની રિપોર્ટ લખાવી. તેણે પોલીસને જણાવ્યું કે નયના નયગાંવ પૂર્વમાં સ્થિત સનટેક ટાવરનાં એક ફ્લેટમાં એકલી રહેતી હતી. જયાએ પોલીસને બિલ્ડિંગની સીસીટીવી ફુટેજ ચેક કરવા કહ્યું. પોલીસે જ્યારે બિલ્ડિંગની ફુટેજ ચેક કરી તો 9 ઑગસ્ટનાં મનોહર અને નયના ફ્લેટમાં જતાં દેખાયા પરંતુ થોડીવાર રહીને એકલો મનોહર એક સૂટકેસ હાથમાં લઈને બિલ્ડિંગની બહાર નિકળી ગયો.
પાણી ભરેલી બાલ્ટીમાં માથું ધકેલ્યું
પૂછપરછ બાદ મનોહરે પોલીસને જણાવ્યું કે 9 ઑગસ્ટનાં સવારે 10 વાગ્યા આસપાસ તેનો અને નયનાનો ઝઘડો થઈ ગયો હતો. મનોહરે પોલીસને જણાવ્યું કે નયનાએ ઝેર ખાઈને આત્મહત્યા કરવાની ધમકી આપી હતી. આ કારણે તેને ગુસ્સો આવ્યો અને તે નયનાને વાળથી ખેંચીને બાથરૂમમાં લઈ ગયો અને પાણી ભરેલી બાલટીમાં તેનું માંથુ ડુબાડીને તેને મારી નાખ્યું. આ બાદ તેણે નયનાને બેડ પર સૂવડાવ્યું અને કામ પર જતો રહ્યો.
ADVERTISEMENT
ગુજરાતનાં વાપીમાં લાશને ઠેકાણે લગાડવા આવ્યાં
મનોહરે આગળ જણાવ્યું કે આ બાદ રાત્રે આશરે 9.45 વાગ્યે તે પોતાની પત્ની અને દીકરીની સાથે નયનાનાં ફ્લેટ પર પાછો આવ્યો. પતિ-પત્નિએ નયનાનાં શવને એક ટ્રોલી બેગમાં રાખ્યું અને સ્કૂટરથી નિકળ્યાં. આ દરમિયાન તેમની પુત્રી પણ તેમના સાથે જ હતી. તેઓ નયનાનાં શવને 150 કિમી દૂર ગુજરાતનાં વાપીમાં લઈ ગયાં. પરંતુ આખરે પોલીસથી ન બચી શક્યાં અને ધરપકડ થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.