પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર થઈ રહ્યો છે ખાલી

By : vishal 05:04 PM, 14 June 2018 | Updated : 05:05 PM, 14 June 2018
પાકિસ્તાનમાં ચૂંટણી યોજાય તે પહેલા જ તેની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચુકી છે. મળતી માહિતી મુજબ, ડોલરની સામે પાકિસ્તાની રૂપિયો લગાતાર ગગડી રહ્યો છે. એવી પણ એક માહિતી મળી રહી છે કે, પાકિસ્તાનમાં હવે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે, એક ડોલરની સામે પાકિસ્તાનના 122 રૂપિયા આપવા પડે છે.

જ્યારે તેની સામે ભારત અને અમેરિકન ડોલર વચ્ચેનો એક્સચેન્જ રેટ 1ની સામે 67 રૂપિયા છે. પાકિસ્તાનને આગામી દિવસોમાં વિવિધ પેમેન્ટ કેવી રીતે કરવુ તેની ચિંતા છે અને આ માટે તે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસે લોન માંગી શકશે.

પાકિસ્તાનના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ વચ્ચેની ખાધ 25 અબજ ડોલર થઈ ગઈ છે. પાકિસ્તાની રિઝર્વ બેન્ક રુપિયાનુ 3.7 ટકા અવમુલ્યન કરી ચુકી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર એક વર્ષમાં 16.4 અબજ ડોલરથી ઘટીને 10 અબજ ડોલર થઈ ગયો છે.Recent Story

Popular Story