બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistan objected on Modi Stadium in Ahmedabad, saying it appeared to be a BCCI event and not an ICC event

IND VS PAK / અમદાવાદના મોદી સ્ટેડિયમના માહોલથી પાકિસ્તાનને વાંધો, કહ્યું ICC નહીં BCCIની ઈવેન્ટ હોય તેવું લાગતું હતું કારણ કે ત્યાં કોઈ...

Megha

Last Updated: 01:35 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં રમાયેલ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું પણ પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ હાર પચાવી ન શક્યા અને મેચ બાદ તેણે બીસીસીઆઈ પર કટાક્ષ કર્યો હતો.

  • 14 ઓક્ટોબરે ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું
  • મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું મોટું નિવેદન
  • ICC ઇવેન્ટ નહીં પણ BCCIની ઇવેંટ હોય એવું લાગી રહ્યું હતું 

ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો છે. 14 ઓક્ટોબરે રમાયેલી મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું. આ સતત આઠમી વખત છે જ્યારે ભારતીય ટીમે ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું છે. આ મેચ બાદ પાકિસ્તાની ટીમ ડાયરેક્ટર મિકી આર્થરનું મોટું નિવેદન સામે આવ્યું છે.

ICC ઇવેન્ટ નહીં પણ BCCIની ઇવેંટ હોય એવું લાગ્યું 
પાકિસ્તાન ટીમના ડાયરેક્ટર મિકી આર્થર આ હાર પચાવી શકતો નથી. મેચ બાદ તેણે બીસીસીઆઈ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તે આઈસીસી ટૂર્નામેન્ટ જેવું નહતું લાગતું. મિકી આર્થરે કહ્યું કે આ ટૂર્નામેન્ટને જોતા એવું લાગે છે કે આ કોઈ દ્વિપક્ષીય શ્રેણી છે. 'સાચું કહું તો, તે ICC ઇવેન્ટ જેવું લાગતું ન હતું લાગતું પણ એવું લાગી રહ્યું હતું કે BCCIની ઇવેંટ હોય. મેચ દરમિયાન મેં માઈક્રોફોન દ્વારા મને દિલ દિલ પાકિસ્તાન સાંભળવા નહતું મળ્યું. આ બાબતોની અસર મેચના પરિણામ પર પડે છે.'

આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે 
આર્થરે વધુમાં કહ્યું કે, 'આ બાબત મેચમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હું તેનો બહાનું તરીકે ઉપયોગ કરીશ નહીં, હકીકતમાં, 1 લાખ 32 હજારની ક્ષમતાવાળા સ્ટેડિયમમાં માત્ર થોડા જ પાકિસ્તાની પ્રશંસકો જોવા મળ્યા હતા. બ્લૂ જર્સી પહેરેલા ભારતીય ચાહકોથી સ્ટેડિયમ ભરચક હતું. પાકિસ્તાન તરફથી માત્ર થોડા પત્રકારો અને કેટલાક ખાસ લોકોને મેચ જોવા માટે વિઝા આપવામાં આવ્યા હતા.'

આ  વર્લ્ડ કપ મેચ જેવું ન હતું લાગતું
પાકિસ્તાનના મુખ્ય કોચ ગ્રાન્ટ બ્રેડબર્ને પણ કંઈક આવું જ કહ્યું હતું. બ્રેડબર્ને કહ્યું, “સ્વાભાવિક રીતે તે થવું જ હતું. અમે ખરેખર દુખી છીએ કે અમારા ચાહકો અહીં આવી શક્યા નહતા કારણ કે એમને વિઝા મળ્યા નહતા. એ લોકોને અહીં આવવું ગમશે અને મને ખાતરી છે કે ભારતીય ક્રિકેટ ચાહકો પણ અમારા ફેન્સને પસંદ કરશે. "સાચું કહું તો, આ  વર્લ્ડ કપ મેચ જેવું ન હતું લાગતું. "

કેવો રહ્યો ભારત-પાકિસ્તાનનો મેચ?
આ મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિતનો નિર્ણય ભારતીય બોલરોએ સાચો સાબિત કર્યો હતો. 73 રનના સ્કોર સુધીમાં પાકિસ્તાનના બંને ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હક પેવેલિયન પરત ફર્યા હતા. અહીંથી કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન વચ્ચે 82 રનની સારી ભાગીદારી થઈ હતી. એવું લાગી રહ્યું હતું કે પાકિસ્તાનનો સ્કોર 300ને પાર કરી જશે. પરંતુ બાબર 155ના સ્કોર પર આઉટ થતાં જ વિકેટો પડવાની શરૂઆત થઈ ગઈ હતી. પાકિસ્તાનની આખી ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટો લીધી હતી. 

હિટમેને 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી
જવાબમાં ભારતીય ટીમની શરૂઆત પણ કંઈ ખાસ રહી ન હતી. ઓપનર શુભમન ગિલ 16 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી પણ માત્ર 16 રન બનાવી શક્યો હતો. પરંતુ કેપ્ટન રોહિત શર્માએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. હિટમેને 63 બોલમાં 86 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રોહિતે 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેના આઉટ થયા બાદ અય્યર અને કેએલ રાહુલે ટીમને જીત સુધી પહોંચાડી હતી. અને લગભગ 20 ઓવર બાકી રહેતા ભારતે 7 વિકેટે મેચ જીતી લીધી હતી. 

ODI વર્લ્ડ કપ 2023માં ભારતનો આ સતત ત્રીજો વિજય છે. જ્યારે પાકિસ્તાની ટીમને ટૂર્નામેન્ટમાં પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં ટોચના સ્થાને છે, જ્યારે ન્યુઝીલેન્ડ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે અને દક્ષિણ આફ્રિકાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ