બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / વિશ્વ / Pakistan: 'Not India-America, we shot ourselves in the foot', Nawaz Sharif targets Pakistan Army

Pakistan / 'ભારત નથી જવાબદાર, આપણે જ આપણાં પગ પર...', પાકિસ્તાનની ખરાબ હાલતને લઇ નવાઝ શરીફે કરી સેનાને ટાર્ગેટ

Pravin Joshi

Last Updated: 11:08 AM, 20 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે દેશમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે સૈન્ય સંસ્થાન પર નિશાન સાધતા કહ્યું કે, રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશની સમસ્યાઓ માટે ન તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા, બલ્કે આપણે પોતાને પગમાં જાતે જ કુહાડી મારી છે.

  • નવાઝ શરીફે પાકિસ્તાની સેના પર નિશાન સાધ્યું
  • નવાઝ શરીફે પાકિસ્તાનમાં કટોકટીને લઈને મોટું નિવેદન આપ્યું
  • આપડે પોતે જ પગ પર કુહાડી મારી છે : નવાઝ શરીફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે દેશમાં પ્રવર્તી રહેલી કટોકટી માટે સૈન્ય સંસ્થાન પર નિશાન સાધતા કહ્યું કે, રોકડની તંગીનો સામનો કરી રહેલા દેશની સમસ્યાઓ માટે ન તો ભારત જવાબદાર છે કે ન તો અમેરિકા, બલ્કે આપણે પોતાને પગમાં જાતે જ કુહાડી મારી છે. ચોથી વખત પાકિસ્તાનના વડા પ્રધાન બનવાનું સપનું જોઈ રહેલા 73 વર્ષીય શરીફે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ટિકિટના દાવેદારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે તેમને ત્રણ વખત સત્તા પરથી હટાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાનના પૂર્વ PM નવાજ શરીફને આવ્યો હાર્ટએટેક, હાલત ગંભીર | former prime  minister nawaz sharif suffers minor heart attack at services hospital in  lahore

પાકિસ્તાનની સ્થિતિ માટે ખુદ પાકિસ્તાન જ જવાબદાર

તેઓએ કહ્યું કે, પાકિસ્તાન આજે જે પરિસ્થિતિમાં છે તેના માટે ભારત, અમેરિકા કે અફઘાનિસ્તાન જવાબદાર નથી. હકીકતમાં અમે પોતાને પગમાં કુહાડી મારી છે. તેમણે લશ્કરી સરમુખત્યારોને કાયદેસર બનાવવા માટે ન્યાયાધીશોની ટીકા કરી હતી. કહ્યું કે ન્યાયાધીશો લશ્કરી સરમુખત્યારોને પ્રોત્સાહન આપે છે અને જ્યારે તેઓ બંધારણ તોડે છે ત્યારે તેમના શાસનને કાયદેસર બનાવે છે. જ્યારે વડા પ્રધાનની વાત આવે છે, ત્યારે ન્યાયાધીશો તેમને પદ પરથી દૂર કરવાની મંજૂરી આપે છે. ન્યાયાધીશો સંસદને વિસર્જન કરવાના કાર્યને પણ મંજૂરી આપે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ