બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / Pakistan minister Shazia Marri threatens India with atom bomb

કૂટનીતિ / 'ફેંકવા'માં પાક.નો જોડો ન જડે, મહિલા મિનિસ્ટરે ભારતને આંખ દેખાડી, આપી અણુયુદ્ધની ધમકી

Hiralal

Last Updated: 10:54 PM, 17 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાનની મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ભારતને અણુયુદ્ધની ધમકી આપી છે.

  • પાકિસ્તાનને યુદ્ધનો લવારો ઉપડ્યો
  • મહિલા મંત્રી શાઝિયા મર્રીએ અણુ યુદ્ધની આપી ધમકી
  • કહ્યું અમારા પરમાણુ હથિયાર મૌન માટે નથી રખાયા

'ગુજરાતના કસાઈ'વાળા વિવાદાસ્પદ નિવેદન બાદ હવે પાકિસ્તાનના મહિલા મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે અમારુ પરમાણુ સ્ટેટસ મૌન માટે  નથી. ભારત વિરૃદ્ધ ઝેર ઓકનાર બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા મંત્રી મર્રીએ કહ્યું કે અમે ભારત વિરુદ્ધ ફરિયાદ નથી કરી રહ્યા, પરંતુ અમે ભારતની વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર વિરુદ્ધ ફરિયાદ કરી રહ્યા છીએ. "જો તમે વારંવાર પાકિસ્તાન પર આરોપો લગાવતા રહેશો અને પાકિસ્તાન ચૂપચાપ સાંભળતું રહેશે, તો તે થવાનું નથી. શાઝિયાએ જણાવ્યું હતું કે, "સારા થાઓ, તમે બિલાવલ ભુટ્ટોના પૂતળાં બાળવાની ધમકી આપી રહ્યા છો, જ્યારે ભારતમાં તમારા પોતાના પૂતળા દહન કરાઈ રહ્યા છે.

લડશો તો આપીશું જવાબ
શાઝિયા મર્રીએ કહ્યું કે જો મોદી સરકારે અમારી સામે લડશે તો અમે પણ જોરદાર જવાબ આપીશું. પાકિસ્તાનને પણ જવાબ આપતા આવડે છે. ઉલ્લેખનીય છે કે પાક.મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યાં હતા. 

બિલાવલ ભુટ્ટોએ શું કહ્યું?
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે તેમને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા. બિલાવલ ભુટ્ટોએ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સત્ર દરમિયાન પત્રકાર પરિષદમાં ભારત સરકારને મહાત્મા ગાંધીના બદલે હિટલરથી પ્રભાવિત ગણાવી હતી. બિલાવલે પીએમ મોદીને ગુજરાતના કસાઈ ગણાવ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ