બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / વિશ્વ / pakistan lashkar e taiba hafiz saeed son kamaluddin saeed killed

પાકિસ્તાન / લોહીના આંસુએ રડી રહ્યો છે આતંકી હાફિઝ સઈદ: દીકરાને કોઈ ઉપાડી ગયું, હવે ડેડબોડી મળી હોવાના સમાચાર, ISI પણ કશું ન કરી શકી

Priyakant

Last Updated: 08:11 AM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pakistan Hafiz Saeed Son News: કમલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશોએ અપહરણ કર્યું હતું, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી

  • પાકિસ્તાનમાં હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદની હત્યાના સમાચાર
  • આતંકી હાફિઝ સઈદનો પુત્ર કમાલુદ્દીન સઈદ 26 સપ્ટેમ્બરથી ગુમ હતો
  • પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી

Pakistan Hafiz Saeed Son : પાકિસ્તાનમાં હાફિઝ સઈદના પુત્ર કમાલુદ્દીન સઈદની હત્યાના સમાચાર સામે આવ્યા છે. નોંધનીય છે કે, આતંકી હાફિઝ સઈદનો પુત્ર 26 સપ્ટેમ્બરથી ગુમ હતો. રિપોર્ટ અનુસાર કમલુદ્દીન સઈદનું પેશાવરમાં કારમાં આવેલા બદમાશોએ અપહરણ કર્યું હતું. તેને શોધવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ પણ તેને શોધી શકી નથી.

હાફિઝના પુત્રને કોણ લઈ ગયું ? 
આ તરફ હાફિઝના પુત્રને કોણ લઈ ગયું અને ક્યાં લઈ ગયું તેના કોઈ સમાચાર નથી. જેના કારણે ભારતને આતંકવાદના અસંખ્ય ઘા આપનાર આતંકી હાફિઝ સઈદ ત્યારથી આંસુ વહાવી રહ્યો છે. તે હંમેશા ભારત વિરુદ્ધ ઝેર ઓકતો હતો. હાફિઝ સઈદ મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે. તે ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ના સહ-સ્થાપક પણ છે.

હાફિઝ સઈદના ઈસ્લામિક આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LET)ને વિશ્વના ઘણા દેશોએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. જેમાં ભારત, અમેરિકા, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રેલિયા અને રશિયાનો સમાવેશ થાય છે. આ સિવાય સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પણ LETને આતંકવાદી સંગઠન માને છે. હાફિઝ સઈદના પુત્ર વિશે કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કમાલુદ્દીન સઈદની લાશ જબ્બા ઘાટી વિસ્તારમાંથી મળી આવી છે.

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ
હાફિઝ સઈદ મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ છે. 26 નવેમ્બર 2008ના રોજ થયેલા આ હુમલામાં 18 સુરક્ષાકર્મીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. માર્યા ગયેલાઓમાં ઘણા દેશોના નાગરિકો પણ સામેલ હતા. આ સાથે હાફિઝ સઈદ આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો પણ લીડર છે. અમેરિકાએ હાફિઝ પર 10 મિલિયન યુએસ ડોલરનું ઈનામ રાખ્યું છે.

આતંકવાદની ફેક્ટરી ચલાવે છે હાફિઝ 
હાફિઝ જમાત-ઉદ-દાવાની આડમાં આતંકવાદની ફેક્ટરી ચલાવે છે. લાહોરથી માંડ 50 કિલોમીટરના અંતરે મુરીદકે નામનું એક નગર છે. આ શહેર અંગ્રેજોએ 1910માં વસાવ્યું હતું. આ શહેરની મધ્યમાં હાફિઝ સઈદની આતંકી ફેક્ટરી ચાલે છે. હાફિઝ સઈદના સંગઠન જમાત ઉદ દાવાનું મુખ્યાલય મુરીદકેમાં છે. હાફિઝ અહીં એક મોટી મદરેસા ચલાવે છે, પરંતુ આ માત્ર દેખાડો કરવા માટે છે. હકીકતમાં મદરસાની આડમાં પાકિસ્તાનના દરેક ખૂણેથી કટ્ટરપંથીઓને અહીં લાવવામાં આવે છે, જેમને આતંકવાદની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ